દેરાણી જેઠાણીની જોડીને પછાડી:મોરબીના નારણકા ગામે દેરાણી અને જેઠાણીને પછાડીને ભત્રીજા વહુ વિજેતા બન્યા

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ડાબે જેઠાણી, વચ્ચે દેરાણી અને જમણી બાજુ ભત્રીજા વહું - Divya Bhaskar
ડાબે જેઠાણી, વચ્ચે દેરાણી અને જમણી બાજુ ભત્રીજા વહું
  • દેરાણી, જેઠાણી અને ભત્રીજા વહુ વચ્ચે સરપંચ બનવા માટે ચૂંટણી જંગ જામ્યો હતો

મોરબી જિલ્લાની 197 ગ્રામ પંચાયતોમાં 19મી ડિસેમ્બરે ચૂંટણી યોજાઇ હતી. ત્યારે મોરબી તાલુકાના નાના એવા નારણકા ગામે સરપંચ માટે અનુસૂચિત જાતિ સ્ત્રી અનામત બેઠક હતી અને સરપંચ બનવા માટે હાલમાં નારણકા ગામે રહેતા એક જ પરિવારમાંથી દેરાણી, જેઠાણી અને ભત્રીજા વહુ વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો. મોરબી તાલુકાના નારણકા ગામે દેરાણી અને જેઠાણીને પછાડીને ભત્રીજા વહુ વિજેતા બન્યા હતા.

મોરબી જિલ્લાની 303 ગામની સામાન્ય ચૂંટણી જાહેર કરવામાં આવી હતી. જોકે, એમાંથી 71 ગ્રામ પંચાયત ચૂંટણી પહેલા જ સમરસ ગ્રામ પંચાયત બની હતી અને 35માં ફોર્મ ભરાયા નહોંતા. આથી હાલમાં 197 ગ્રામ પંચાયતોની ચૂંટણી આજે યોજાઇ હતી. જોકે, મોરબી જિલ્લાના નારણકા ગામની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચની બેઠક અનુસૂચિત જાતિ સ્ત્રી અનામતની હતી.

આ નારણકા ગામમાં એક જ પરિવાર વર્ષોથી રહે છે, તો પણ પંચાયત સમરસ બની નથી. જ્યારે આ ચૂંટણીમાં દેરાણી, જેઠાણી અને ભત્રીજા વહુ વચ્ચે સરપંચ બનવા માટે ચૂંટણીનો જંગ જામ્યો હતો. આ અંગેની ગ્રામજનો પાસેથી પ્રાપ્ત વિગતાનુસાર ગામમાં જેમણે સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવી હતી. તેમાં ચંપાબેન કાનજીભાઇ બોખાણી, અમરતબેન ધનજીભાઇ બોખાણી અને ભાણીબેન ગોવિંદભાઇ બોખાણીનો સમાવેશ થતો હતો.

જો એમના સંબંધની વાત કરવામાં આવે તો ચંપાબેન કાનજીભાઇ બોખાણી અને અમરતબેન ધનજીભાઇ બોખાણી જેઠાણી અને દેરાણી છે અને ભાણીબેન ગોવિંદભાઇ બોખાણી એમની ભત્રીજા વહું છે. મોરબીના નારણકા ગામે અનુસૂચિત જાતિ સમાજના બોખાણી પરિવારના કુલ દશ ઘર આવેલા છે. વધુમાં આ ગામમાં 950 કરતાં વધુનું મતદાન હતુ. અને સાથે સૌથી વધુ વસ્તી પાટીદાર સમાજની છે. જેમાં મોરબી તાલુકાના નારણકા ગામે દેરાણી અને જેઠાણીને પછાડીને ભત્રીજા વહુ વિજેતા બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...