તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાલિયાવાડી:સુરેન્દ્રનગરમાં મુળીના સરકારી પશુ આરોગ્ય કેન્દ્રમાં બેદરકારી, વીડિયો વાયરલ થતાં પશુપાલકોમાં રોષ

સુરેન્દ્રનગર12 દિવસ પહેલા
સુરેન્દ્રનગરમાં મુળીના સરકારી પશુ આરોગ્ય કેન્દ્રમાં બેદરકારી, વીડિયો વાયરલ થતાં પશુપાલકોમાં રોષ
  • આરોગ્ય કેન્દ્રમાં અંગ્રેજી દારૂના ખાલી પડેલાં બોક્સ પણ જોવા મળ્યાં

સુરેન્દ્રનગરમાં મુળી પંથકમાં આવેલા સરકારી પશુ આરોગ્ય કેન્દ્રમાં બેદરકારી જોવા મળી છે. જેમાં તેનો વીડિયો વાયરલ થતાં પશુપાલકોમાં રોષ છે. કોઇ સ્થાનિક માણસ પોતાનો પાલતુ શ્વાન બીમાર પડ્યો હોવાથી પશુ આરોગ્ય કેન્દ્રએ સારવાર માટે લઇ ગયો હતો. જેમાં પશુ આરોગ્ય કેન્દ્રમાં હાજર રહેલા આરોગ્ય કર્મીએ ગુસ્સે થઇને જણાવ્યું કે હું અહીં ચાર્જમાં છુ પણ મારે સારવાર નથી કરવી. તમારે થાય તે કરી લેજો.

સ્થાનિક માણસે વીડિયો વાયરલ કર્યો હોવાથી પંથકમાં ચકચાર

બીજી બાજુ પશુ આરોગ્ય કેન્દ્રની બેદરકારીના કારણે દવાઓના બોક્સ પણ બહાર આડેધડે ખડક્યા હોય તેમ જોવાં મળ્યા હતા. તેમાં વિભાગની બેદરકારી પણ સામે આવી હતી. તથા આરોગ્ય કેન્દ્રમાં અંગ્રેજી દારૂના ખાલી પડેલાં બોક્સ પણ જોવા મળ્યા હતા. જેમાં સરકારી પશુ આરોગ્ય કેન્દ્ર પણ પોલીસ માટે તપાસનો વિષય બન્યુ છે. સરકારી પશુ આરોગ્ય કેન્દ્રમાં ચાલતી બેદરકારીની સમગ્ર ઘટનાનો સ્થાનિક માણસે વીડિયો વાયરલ કર્યો હોવાથી પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...