તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યવસ્થા:કોરોનાનું નેગેટિવ સર્ટિ. અને સબંધી હશે તો જ કેદી સાથે મુલાકાત થશે

સુરેન્દ્રનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના બાદ 25 મેથી જેલમાં રૂબરૂ મુલાકાત બંધ હતી

કોરોના સંક્રમણને ધ્યાને લઇ તા. 25મેથી સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગરની સબ જેલમાં કેદીઓના સગાવ્હાલા અને મિત્રોને મુલાકાત બંધ કરાઇ દેવાઇ હતી. ત્યારબાદ માત્ર વીડિયો કોલથી કેદીઓ મુલાકાત કરતા હતા. ત્યારે હવે સરકારે કોરોનાનું નેગેટિવ સર્ટિ અને લોહીનો સબંધ હોય તેવા પરિવારજનોને કેદીઓ સાથે મુલાકાતની છુટ આપી છે.સુરેન્દ્રનગરની સબજેલમાં વિવિધ ગુનાસર જેલવાસ ભોગવતા કેદીઓ પર કોરોના સંક્રમણને ધ્યાને લઇ પરિવારજનો સાથે રૂબરૂ મુલાકાત તા. 25મેથી બંધ કરાઇ હતી.

ત્યારબાદથી કેદીઓ પરિવારજનો સાથે માત્ર વીડિયો કોલથી વાત કરતા હતા. ત્યારે હવે કોરોનાના કેસો સમગ્ર રાજ્યમાં ઘટી રહ્યા છે. તેવા સમયે જેલ સત્તાવાળાઓએ પણ કેદીઓને પરિવારજનો સાથે મંજૂરીની છુટ આપી છે. જેમાં જેને લોહીનો સબંધ હોય તેવા જ પરિવારજનો કેદીઓને 15 દિવસમાં 1 વાર મળી શકશે.

આ ઉપરાંત મળવા આવ્યા પહેલાના 3 દિવસમાં પરિવારજનોએ કોરોનાનો એન્ટિજન ટેસ્ટ કરાવવો પડશે અને કોરોના નેગેટિવનું સર્ટિફિકેટ પણ જેલમાં રજૂ કરવુ પડશે. આ અંગે જેલર એચ.આર.રાઠોડે જણાવ્યુ કે, સરકારની સૂચના મુજબ કેદીઓને માત્ર લોહીના સબંધ હોય તેવા પરિવારજનો સાથે જ મુલાકાત કરવા દેવાશે. પરિવારજનો કેદીઓ સાથે સોશિયલ ડિસ્ટન્સ સાથે મળે તે માટે આયોજન કરવા જેલ સ્ટાફને સૂચના પણ આપી દેવાઇ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો