તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્ષેપ:સુરેન્દ્રનગર જિલ્લાના આરોગ્ય કેંદ્રોમાં અપૂરતો સ્ટાફ હોવાનો આક્ષેપ કરતા નૌશાદ સોલંકી

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર જિલ્લાના આરોગ્ય કેંદ્રોમાં અપૂરતો સ્ટાફ હોવાનો આક્ષેપ કરતા નૌશાદ સોલંકી - Divya Bhaskar
સુરેન્દ્રનગર જિલ્લાના આરોગ્ય કેંદ્રોમાં અપૂરતો સ્ટાફ હોવાનો આક્ષેપ કરતા નૌશાદ સોલંકી
  • દસાદા CHC એકમાત્ર ડેન્ટિસ્ટના સહારે ચાલે છે- નૌશાદ સોલંકી
  • પાટડી કોવિડ કેર સેન્ટરમાં ફિઝિશ્યન ડોકટર જ ના હોવાનો આક્ષેપ

આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસની પાલડી ખાતેની ઓફિસેથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમીતભાઈ ચાવડા તથા ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણા હાજરીમાં લાઈવ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતાં દસાડા લખતરના ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકીએ જણાવ્યું કે કોરોના ગુજરાતમાં 2 લાખ લોકોને ભરખી ગયો, સરકાર મૃતકોના આંકડા છુપાવવાનું પાપ કરે છે. જેમાં મારા વિધાનસભા મત વિસ્તારનું દસાડાનું સામુહિક આરોગ્ય કેન્દ્ર કોરોનાના કપરા કાળમાં એકમાત્ર ડેન્ટીસ્ટના ભરોસે ચાલે છે. જ્યારે પાટડી કોવિડ કેર સેન્ટરમાં આજે કોરોનાના 58 સિરીયસ દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે પણ ત્યાં એક પણ ફિઝિશ્યન ડોક્ટર નથી.

દસાડા-લખતર મત વિસ્તારના ધારાસભ્ય નૌશાદભાઇ સોલંકીએ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા વધુમાં જણાવ્યું કે, સુરેન્દ્રનગર જીલ્લામાં માર્ચ 2020 જ્યારથી કોરોના ફેલાયો ત્યારથી 125 જેટલા મોત કોરોનાથી થયા હોવાની આંકડાકીય માહિતી છે. જ્યારે સુરેન્દ્રનગર જીલ્લામાં 2020 અને 2021માં મોતના સાંચા આંકડા બિહામણા છે. સુરેન્દ્રનગર જીલ્લામાં અત્યાર સુધીમાં 10,000 લોકોના કોરોનાના કહેરથી મોત થયાના બિહામણા આંકડા છે. દર મહિને તાલુકાઓમાં સરેરાશ 200 લોકોના મૃત્યુ થયા છે. કોરોનામાં સામાન્ય જીલ્લામાં આવતા સુરેન્દ્રનગર જીલ્લામાં 3500 લોકો તો છેલ્લા 65 દિવસમાં મોતને ભેટ્યાંના ચોંકાવનારા આંકડા છે તો એ પ્રમાણે આખા ગુજરાત રાજ્યના મોતના આંકડા તો અંદાજે 2 લાખ સુધી ગણી શકાય.

અન્ય સમાચારો પણ છે...