તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:ચોટીલા ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતીની ઉજવણી કરાઇ

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ચોટીલા ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતીની ઉજવણી કરાઇ - Divya Bhaskar
ચોટીલા ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતીની ઉજવણી કરાઇ
  • ઉપસ્થિત મહાનુભાવોનું ઝવેરચંદ મેઘાણીના પુસ્તકથી સ્વાગત કરાયુ

સમગ્ર રાજ્યમાં થઈ રહેલ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણની 125મી જન્મજયંતિની ઉજવણીના ભાગ રૂપે સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા નગરપાલિકા ટાઉનહોલ ખાતે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં ઉજવાઇ હતી.

ચોટીલા નગરપાલિકા ટાઉનહોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી સહિતના ઉપસ્થિત મહાનુભાવોનું ઝવેરચંદ મેઘાણીના પુસ્તકથી સ્વાગત, મેઘાણીજીના જીવન ઉપર આધારીત ડોકયુમેન્ટ્રી ફિલ્મ તેમજ અભેસિંહ રાઠોડ સહિતના કલાકારો દ્વારા ઝવેરચંદ મેઘાણી રચિત ગીતોની પ્રસ્તુતિ પણ રજૂ કરવામાં આવી હતી.

આ તકે ઝવેરચંદ મેઘાણીજીના વિચારો અને જીવન શૈલીથી આજની યુવા પેઢી પરિચિત થાય અને વધુ ને વધુ નવી પેઢી મેઘાણીજીના પુસ્તકો વાંચી શકે એ હેતુથી ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે મેઘાણી સાહિત્ય પુસ્તકોના સેટ જિલ્લાભરના વિવિધ તાલુકામાંથી આવેલા ગ્રંથપાલોને અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ચોટીલા ટાઉન હોલ ખાતે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી આ પ્રસંગને માણ્યો હતો અને સમગ્ર વાતાવરણ મેઘાણી મય બની ગયું હતું.

અન્ય સમાચારો પણ છે...