આયોજન:સુરેન્દ્રનગર જિલ્લા-તાલુકા મથકોએ 12 માર્ચે રાષ્ટ્રીય લોકઅદાલત યોજાશે

સુરેન્દ્રનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બેંકબાકી લેણાં, અકસ્માત, લગ્નવિષયક, મજૂરકાયદો, જમીન સંપાદન, રેવન્યુ, દીવાની સહિતના કેસો હાથ ધરાશે

સુરેન્દ્રનગર જિલ્લા કાનુની સેવા સત્તામંડળ દ્વારા આગામી 12 માર્ચ ના રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયુ છે.આથી જિલ્લા અને તાલુકા મથકોએ લોકઅદાલત યોજાશે.જેમાં વિવિધ પ્રકારના કેશો હાથ ધરવામાં આવનાર છે.

ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ અમદાવાદના ઉપક્રમે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સુરેન્દ્રનગર દ્વારા જિલ્લાની અદાલતોમાં દાખલ થયેલ કેસોનું ભારણ ઘટે તથા નાગરિકોને સમયસર ન્‍યાય મળી રહે, તે હેતુસર અલગ-અલગ વિષયો પરની નેશનલ લોક અદાલતોનું આયોજન કરાયુ છે.

તા.12-3-2022ના રોજ જિલ્લા અને તાલુકામથકોએ આ નેશનલ લોક અદાલતમાં ફોજદારી સમાધાન લાયક કેસો, ચેક રિટર્ન અંગેના કેસો, બેંક લેણાના કેસો, મોટર અકસ્માત કલેઈમને લગતા કેસો, લગ્ન વિષયક કેસો, મજૂર કાયદા હેઠળના કેસો, જમીન સંપાદનને લગતા કેસો, ઇલેટ્રીકસીટી તથા પાણીના બીલોને લગતા કેસો, રેવન્યુ કેસો, ભાડુ, સુખાધિકારના કેસ, મનાઇ હુકમના દાવા, કરાર પાલનના દાવા તેમજ અન્ય સમાધાન લાયક કેસો વિગેરે હાથ પર લેવાશે.

આથી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સુરેન્દ્રનગરના ચેરપર્સન એસ.વી.પીન્ટો, ફુલટાઇમ સેક્રેટરી એચ.એચ.ગુપ્તાએ તમામ પક્ષકારોને જણાવાયું છે કે, નેશનલ લોક અદાલતમાં તેઓનો કેસ મૂકી નિર્ણિત કરવામાં આવે તો બંન્ને પક્ષકારોને લાભકર્તા છે અને બંન્ને પક્ષકારો વચ્‍ચે સમાધાનથી કેસનો નિકાલ થાય છે.આથી 12 માર્ચે લોક અદાલતમાં તેઓના કેસો મુકાવી આ નેશનલ લોક અદાલતમાં પક્ષકારોને સક્રિય ભાગ લેવા અનુરોધ છે તથા જે પક્ષકારો પોતાનો કેસ આગામી નેશનલ લોક અદાલતમાં મુકવા માગતા હોય, તેઓ કોર્ટનો સંપર્ક કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...