તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોક અદાલત:સુરેન્દ્રનગરમાં આજે જિલ્લા તથા તાલુકા મથકોએ રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરમાં આજે જિલ્લા તથા તાલુકા મથકોએ રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે - Divya Bhaskar
સુરેન્દ્રનગરમાં આજે જિલ્લા તથા તાલુકા મથકોએ રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે
  • લોકઅદાલતનો મહતમ લાભ લેવા અનુરોધ કરાયો છે

ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ ગુજરાત હાઇકોર્ટ અમદાવાદના ઉપક્રમે કાનુની સેવા સત્તામંડળ સુરેન્દ્રનગર દ્વારા જિલ્લાની અદાલતોમાં દાખલ થયેલા તથા અદાલતમાં કેસ દાખલ થાય તે પહેલા પ્રલીટીગેશન કેસોનો નીકાલ થાય તેમજ અદાલતોમાં કેસોનું ભારણ ઘટે તથા નાગરીકોને સમયસર ન્યાય મળી રહે માટે લોકઅદાલતોનું આયોજન કરાય છે. જે અન્વયે સુરેન્દ્રનગર જિલ્લા તથા તાલુકા મથકે તા.10-7-21જા રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયુ છે.

ફોજદારી સમાધાન લાયક કેસો, મોટર અકસ્માત ક્લેઇમને લગતા કેસો, લગ્ન વિષયક, મજુર કાયદા, જમીનસંપાદન, ઇલેક્ટ્રીસીટી, પાણીના બીલો, રેવન્યુ કેસો, દિવાની પ્રકારના કેસો, અન્ય સમાધાન લાયક કેસો હાથ પર લેવામાં આવશે.આથી જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ સુરેન્દ્રનગર ચેરપર્સન તથા મુખ્ય ન્યાયાધીશ એસ.વી.પીન્ટો દ્વારા લોક અદાલતોમાં તેઓના કેસ મુકી નિર્ણીત કરવામાં આવે તો બંન્ને પક્ષકારોને લાભ કર્તા હોવાથી લોકઅદાલતનો મહતમ લાભ લેવા અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...