સમસ્યા:મૂળી તાલુકાના 15 ગામોમાં 10 દિવસથી નર્મદાનું પાણી મળતું નથી

મૂળીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાજેતરમાં જ લાખોના ખર્ચે પાણી માટે વ્યવસ્થા કરાઇ છે

મૂળી તાલુકામાં અનેક ગામો આજે પણ પાયાની સુવિધાઓ ઝંખી રહ્યા છે.જેમાં પીવાનાં પાણીની સમસ્યા મહત્વની છે. જ્યારે નર્મદા વિભાગ દ્વારા ગામડે ગામડે નર્મદાનું પીવાનું પાણી પહોંચાડવામાં આવતું હોવાની મોટી મોટી વાતો કરવામાં આવે છે પરંતુ વાસ્તવિકતા કાંઇક અલગ જ હોવાનું ધ્યાને આવ્યું છે.જેમાં તાજેતરમાં મૂળીનાં છેવાડાના 15 જેટલા ગામોમાં નર્મદાનું પાણી મળી રહે તે માટે અંદાજે 30 કરોડનાં ખર્ચે વિવિધ કામગીરી કરાઈ છે. પરંતુ આ કામગીરી જાણે દેખાવ માટે અને વાહ વાહી કેવા માટે જ હોય તેમ લાગી રહ્યું છે.

કારણકે છેલ્લા 10 દિવસથી મૂળીનાં સરા, લિયા,રાયસંગપર, વેલાળા,મહાદેવગઢ, કરશનગઢ સહિતના 15થી વધારે ગામોમાં 10 દિવસથી નર્મદાનું પાણી મળતું ન હોવાથી 20 હજારથી વધુ લોકોને ક્ષારયુકત અને ગંદુ પાણી પીવું પડી રહ્યું છે. પાણી માટે 44 ડીગ્રી તાપમાનમાં રઝળપાટ કરવો પડે છે. ત્યારે જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરી મૂળીનાં ગામોમાં નર્મદાનું પાણી પહોંચાડવામાં આવે તેવી સ્થાનિકો માગ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...