તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાક નુકસાની:હળવદના ઘનશ્યામગઢ નજીક નર્મદા કેનાલ ઓવરફ્લો થતા ખેતરોમાં ઉભા પાકને નુકસાન

મોરબીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ચાર કિલોમીટર સુધી કેનાલના પાણીનો વેડફાટ

હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામે આજે ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જામ્યો હતો. નર્મદાની માઇનોર કેનાલ છલકાઈ જતા કેનાલથી ચાર કિલોમીટર વિસ્તારમાં આવેલા ખેતરો અને માર્ગો પાણી-પાણી થઇ ગયા હતા અને પાણીનો વિશાલ જથ્થો વેડફાઈ જવા પામ્યો હતો.

હળવદ તાલુકામાં હાલમાં ખેડૂતો ચણા, ઘઉં ,જીરું, ધાણાના પાક ઉપાડી તલનું વાવેતર કરવામાં રત બન્યા છે. તેવા સમયે જ આજે ઘનશ્યામગઢ ગામની બાજુમાંથી પસાર થતી નર્મદા યોજનાની માઇનોર કેનાલ છલકાઈ ઉઠતા ધીમે-ધીમે પાણી આજુ બાજુના ચાર કિલોમીટર વિસ્તારમાં પહોંચી ગયું હતું.ખાસ કરીને કેનાલના છલકાયેલા પાણીને કારણે તલનું વાવેતર કરનાર ખેડૂતોને નુકશાની સહન કરવી પડે તેવી સ્થિતિ નિર્માણ થવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો