તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પીવાનાં પાણીનો અને પિયતનો પ્રશ્ન હલ:800 ખેડૂતની વ્હારે આવી મા નર્મદા

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વઢવાણ તાલુકાના વડોદ ડેમમાં પાકના પિયત માટે પાણી છોડાતા ખેડૂતોમાં રાહત થઇ હતી. - Divya Bhaskar
વઢવાણ તાલુકાના વડોદ ડેમમાં પાકના પિયત માટે પાણી છોડાતા ખેડૂતોમાં રાહત થઇ હતી.
  • વડોદ ડેમમાંથી નર્મદા કેનાલમાં પાણી છોડાતાં 6 ગામોનો પીવાનાં પાણીનો અને પિયતનો પ્રશ્ન હલ
  • ગામના ખેડૂતોની રજૂઆત બાદ લીમડીના ધારાસભ્યે પાણી છોડવા આદેશ કર્યો

વઢવાણ તાલુકાના વડોદ ડેમાંથી પીવાનું તેમજ પાકોના પિયત માટે પાણી અનેક લોકો અને ખેડૂતો માટે ઉપયોગી છે. ત્યારે વરસાદ ખેંચાતા અને પાણી ન મળતા ખેડૂતોએ લીંબડી ધારાસભ્યને રજૂઆત કરતા તા. 10 ઓગસ્ટના રોજ નર્મદા કેનાલ મારફત ડેમમાં પાણી છોડતા 6થી વધુ ગામડાના 800 જેટલા ખેડૂતોને રાહત થઇ હતી.

વઢવાણ વડોદ ડેમમાંથી પણ ગામડાઓ તેમજ ખેડૂતોને પાણી મળે રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉનાળાના સમયમાં આ ડેમના રિપેરિંગ કામ માટે ખાલી કરાયો હતો. ત્યારબાદ સમયાંતરે તેમાં પાણી છોડીને ભરવામાં આવતો હતો. લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણાને વડોદ સહિતના ગામડાના ખેડૂતોએ પાણી મળે રહે તે માટે રજૂઆત કરતા કિરીટસિંહ રાણાએ નર્મદાના તંત્રને વડોદ ડેમમાં કેનાલ મારફત પાણી છોડવા જણાવાયું હતું.

મંગળવારે વડોદ ડેમમાં પાણી છોડાતા વડોદ, વસ્તડી, ઉઘલ, રાચકા, બોરિયા સહિતના 800થી વધુ ખેડૂતોમાં રાહત થઇ હતી. બીજી તરફ નર્મદાના સબ સ્ટેશનમાંથી પણ ગામલોકોને પીવાનું પાણી મળે રહે છે ત્યારે ડેમમાં પાણી છોડાતા તેનો પણ લોકોને ફાયદો થશે. વડોદ ગામના સરપંચ રાજેન્દ્રસિંહ સોલંકીએ જણાવ્યું કે, ધારાસભ્યની કામગીરીને લઇને ખેડૂતોની માંગને લઇને અંદાજે 27 ફૂટની સપાટી ધરવાતા આ ડેમમાં 10 ફૂટ સપાટીએ પાણીથી ભરવામાં આવ્યો હોવાનું તેમજ હજુ પણ પાણીની આવક ચાલુ હોવાનું બહાર આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...