ખુલાસો:મારી બહેનને ત્રાસ આપી તેના પતિએ મરવા માટે મજબૂર કરી : મૃતકનો ભાઈ

સુરેન્દ્રનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સુરેન્દ્રનગરમાં યુવતીએ ફાંસો ખાઇ આપઘાત કરતાં ફરિયાદ દાખલ
  • કેન્યામાં અન્ય સ્ત્રી સાથે મન મળી જતાં વારંવાર બોલાચાલી થતી હતી

સુરેન્દ્રનગર કિશોર સોસાયટીમાં રહેતી પરિણીતાએ તા.26ના રોજ ઘરમાં દુપટ્ટા વડે ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. અા બનાવમાં મૃત્તક યુવતીના ભાઇએ અમદાવાદ રહેતા અને મૂળ મહેસાણા જિલ્લાના કડીના બનેવી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

મૃત્તક સંજનાબહેનના ભાઇ સચીન દાણાદડીયાએ બી-ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવાયા મુજબ સંજનાબેનને લગ્ન અમદાવાદ વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતા અને મૂળ કડી તાલુકાના રણછોડપુરા ગામના દિપનભાઈ નટવરભાઈ પટેલ સાથે થયા હતા. ત્યારબાદ દિપેનકુમાર અને સંજનાબેન બંને કેન્યા ગયા હતા. ત્યાં છ મહિનામાં દિપનને બીજી જગ્યાએ અફેર થતાં આ અંગે સંજનાબેને પરિવારને જાણ કરી હતી. તેવામાં વિઝાનો સમય પુરો થતા બંને અમદાવાદ પાછા આવી ગયા હતા. બાદમાં મામલો વધુ વણસતા દિપનકુમાર સંજનાબેનને સાડાચાર માસ પહેલા સુરેન્દ્રનગર ઘેર મુકી અમદાવાદ જતા રહ્યા હતા. દિપેન સંજનાબેનને તારે મારી સાથે રહેવુ હોય તો રહેજે હુ તો તેની સાથે સંબંધ રાખીશ જ તેમ કહી શારિરીક માનસીક ત્રાસ આપતા હતા. જેથી સંજનાબેને રૂમમાં દુપટ્ટાથી ગળે ફાસો ખાધેલી હાલતમાં હતા. આથી તેમને નીચે ઉતારી વાહનમાં ગાંધી હોસ્પિટલે લઇ જવાતા ફરજ પરના તબીબે સંજનાબેનને મૃત જાહેર કર્યા હતા. આ બનાવમાં પોલીસે દિપનભાઈ નટવરભાઈ પટેલ ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ એસ.બી.સોલંકી ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...