નવરાત્રિ:આજથી નવરાત્રિનો પ્રારંભ થતા પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે માઇ ભક્તો ઉમટી પડ્યા

સુરેન્દ્રનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
આજથી નવરાત્રિનો પ્રારંભ થતા પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે માઇ ભક્તો ઉમટી પડ્યા - Divya Bhaskar
આજથી નવરાત્રિનો પ્રારંભ થતા પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે માઇ ભક્તો ઉમટી પડ્યા
  • આઠમના દિવસે મહંત પરિવાર દ્વારા માતાજીનો હવન અને મહાપ્રસાદનું આયોજન કરાશે

આજથી નવરાત્રિનો પ્રારંભ થતા પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે માઇ ભક્તો ઉમટી પડ્યા હતા. આજથી નવરાત્રિનો પ્રારંભ થઇ રહ્યો છે, ત્યારે માતાજી મંદિરો અને પરિસરમાં ભક્તો દ્વારા શણગાર કરવામાં આવે છે. અને નવરાત્રિમાં માઇ ભક્તો દર્શને આવતા હોય છે અને વિવિધ રીતે પૂજન અનુષ્ઠાન કરતા હોય છે.

સૌરાષ્ટ્રના પ્રખ્યાત યાત્રાધામ ચોટીલામાં આવેલા માં ચામુંડા માતાના મંદિરે નવરાત્રિ દરમિયાન હજારોની સંખ્યામાં લોકો દર્શને આવતા હોય છે અને માતાજીના દર્શન કરે છે. નવરાત્રિના સમયમાં મોટી સંખ્યામાં લોકો અહીં દર્શને આવતા હોય છે. આ નવરાત્રિ દરમિયાન માતાજીના રોજે રોજ સવાર-સાંજ વિવિધ શણગાર કરવામાં આવશે. તેમજ આઠમના દિવસે મહંત પરિવાર દ્વારા માતાજીનો હવન અને મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવશે.

અહીં દર્શનાર્થે આવતા ભક્તોની વ્યવસ્થા જળવાઇ રહે એવું સુંદર આયોજન મંદિરના ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. હાલ નવરાત્રિના સમયમાં મંદિરમાં આરતીનો સમય વહેલી સવારે તેમજ સાંજે સુર્યાસ્ત બાદ કરવામાં આવશે અને મોટી સંખ્યામાં માઇ ભકતો આરતીનું પણ લ્હાવો લઈને ધન્યતા પ્રાપ્ત કરતા હોય છે.

આ અંગે ચોટીલા મંદિર મહંત ટ્રસ્ટના સચિનગીરી ગોસ્વામીએ જણાવ્યું કે, ચોટીલા ચામુંડા માતાજીના મંદિરે દર વર્ષ આસો અને ચૈત્ર નવરાત્રિ અને દર મહિને લાખો શ્રદ્ધાળુંઓ આસ્થાભેર દર્શનાર્થે આવે છે અને ચોટીલા ચામુંડા માતા મંદિર ડુંગર ટ્રસ્ટ દ્વારા દર વર્ષે નવરાત્રિની આઠમે ભવ્ય હવન અને મહાપ્રસાદનું પણ ખુબ સુંદર આયોજન હાથ ધરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...