તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આવેદનપત્ર:પાટડીમાં મુસ્લિમ સમાજ દ્વારા વાયરલ વિડીયોને પુરાવો ગણી વસીમ રીઝવી સામે કાર્યવાહી કરવાની માંગ

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પાટડી મામલતદારને આવેદનપત્ર પાઠવવામા આવ્યું

પાટડીમાં મુસ્લિમ સમાજ દ્વારા સોશ્યલ મિડીયામાં વાયરલ વિડીયોને પુરાવો ગણી વસીમ રીઝવી સામે કાર્યવાહી કરવા ઉગ્ર માંગ કરવામાં આવી છે. આ બાબતે પાટડી પથંકના જૈનાબાદ સહિતના મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા પાટડી મામલતદારને લેખીત આવેદનપત્ર અપાયુ હતુ.

પાટડી પંથકના મુસ્લિમ સમાજના આગેવાનો અને જૈનાબાદના ગ્રામજનો દ્વારા આજે પાટડી મામલતદાર કે.એસ.પટેલને એક લેખીત આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ. આ આવેદનપત્રમાં જણાવ્યાં મુજબ કુરાને પાક જે અલ્લાહની કિતાબ છે. તેમાં એક આયત તો શું એક અક્ષરની પણ ફેરબદલ થઇ શકતી નથી. ત્યારે વિકૃત માનસિકતા ધરાવતા ફક્ત નામ માત્રના મુસલમાન વસીમ રીઝવીએ ધાર્મિક લાગણી દુભાવવાના બદ ઇરાદાથી કુરાને પાકની પવિત્ર 26 આયાતોનું ખોટુ અર્થઘટન કરીને હટાવવા માટે સુપ્રીમ કોર્ટમાં યાચીકા દાખલ કરી છે અને મુસ્લિમ ધર્મના ખલીફાઓની ગુસ્તાખી કરી છે. જેનાથી દેશભરના મુસ્લિમોની ધાર્મિક લાગણી દુભાઇ છે અને સમગ્ર મુસ્લિમ સમાજનો રોસનો જવાળામુખી ફાટી નીકળ્યો છે.

જ્યારે ભારત દેશના બંધારણમાં ધર્મ અંગેના જે અધિકારો મળ્યા છે તેમાં કોઇપણ ધર્મની ધાર્મિક બાબતોને રદ કરવાનો અધિકારનો સમાવેશ થતો નથી. કુરાને શરીફની 26 આયાતો દૂર કરવાની તો દૂરની વાત એક આયાતમાં પણ જબ્બર જેરનો ફેરબદલ કરવાનો કે રદ કરવાનો અધિકાર દુનિયાની કોઇ કોર્ટ પાસે નથી એવી દ્રઢ આસ્થા અને શ્રધ્ધા સાથે રાજ્યના દરેક ગામ, તાલુકા, જીલ્લા અને શહેર પોલિસ સ્ટેશનમાં પુરાવા સાથે વસીમ રીઝવી અને અન્ય સામે એફઆઇઆર દાખલ કરવાની અરજીઓ મુસ્લિમ સમાજે આપી છે.

આજે પાટડી પથંકના સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા સોશ્યલ મિડીયામાં વાયરલ વિડીયોને પુરાવા રૂપે ધ્યાને લઇ સમસ્ત મુસ્લિમ સમાજની લાગણી દુભાવવા બદલ વસીમ રીઝવી સામે તાકીદે યોગ્ય કાર્યવાહી કરવા બાબતે પાટડી મામલતદાર કે.એસ.પટેલને લેખીત આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો