તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનુરોધ:સુરેન્દ્રનગરમાં મહોલ્લાની મસ્જીદમાં ઇદની નમાઝ અદા કરવા મુસ્લીમ ધર્મગુરૂએ અપીલ કરી

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરમાં મહોલ્લાની મસ્જીદમાં ઇદની નમાઝ અદા કરવા મુસ્લીમ ધર્મગુરૂએ અપીલ કરી - Divya Bhaskar
સુરેન્દ્રનગરમાં મહોલ્લાની મસ્જીદમાં ઇદની નમાઝ અદા કરવા મુસ્લીમ ધર્મગુરૂએ અપીલ કરી
  • કોરોના ગાઇડલાઇનનું પાલન કરવા પણ લોકોને અનુરોધ કરાયો

સુરેન્દ્રનગરમાં વધતા કોરોના કેસને ધ્યાને લઇ પીરે તરીક્ત સૈયદ હાજી યુસુફબાપુ અને શહેર કાઝી હાજી હનીફ બાપુ અને સિટી પીઆઇ વિવેક કુમાર ત્રિવેદી સાથે બેઠક યોજી હતી. જેમાં ઇદ ઉલફીત્રની નમાઝ જે ઇદગાહ પર પઢવામાં આવે છે. તે મોકુફ રાખવાનું નક્કી કરાયુ હતુ. આથી સૈયદ હાજી યુસુફબાપુ અને શહેર કાઝી હનીફબાપુએ મુસ્લીમ બીરાદરોને અપીલ કરી હતી કે શહેરની તમામ મસ્જીદોમાં ઇદની નમાઝ પઢવામાં આવશે.

તંત્રને પુરો સહયોગ આપવા અપીલ કરી છે

આથી લોકોએ પોતાના મહોલ્લાઓમાં આવેલી મસ્જીદોમાં ઇદની નમાઝ અદા કરવા અને તંત્રને પુરો સહયોગ આપવા અપીલ કરી હતી. જ્યારે કોરોના મહામારી જે આપણા દેશમાં ફેલાઇ છે તે દુર થાય તેવી દુઆ કરવા અપીલ કરી હતી.આ સાથે તમામ મુસ્લીમ બીરાદરોને નમાજ અદા કરતા સમયે કોરોનાની ગાઇડ લાઇનનું પાલન કરવા માટે પણ અનુરોધ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...