બેઠક:પાલિકા કચેરીએ પ્રાઇવેટ પ્રોફેશનલ સિવિલ એન્જિનિયરોની બેકઠ યોજાઇ

સુરેન્દ્રનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર પાલિકા કચેરીએ પ્રાઇવેટ પ્રોફેશનલ સિવિલ એન્જીનીયર સાથે બેઠક યોજાઇ હતી. - Divya Bhaskar
સુરેન્દ્રનગર પાલિકા કચેરીએ પ્રાઇવેટ પ્રોફેશનલ સિવિલ એન્જીનીયર સાથે બેઠક યોજાઇ હતી.
  • સુરેન્દ્રનગર શહેરમાં ગેરકાયદેસર બાંધકામો ન થાય તે અંગે સુચના અપાઇ
  • ઇમ્પેક્ટ પ્લાન અંગે તથા મહત્તમ પ્લાન રજૂ ​​​​​​​થાય અંગે ચર્ચા કરાઇ

સુરેન્દ્રનગર પાલિકા કચેરીએ ચીફ ઓફિસરે પ્રાઇવેટ પ્રોફેશનલ એન્જીનીયરોની બેઠક યોજી હતી. જેમાં શહેરમાં ગેરકાયદેસર બાંધકામો ન થાય એ અંગે સુચના અપાઇ હતી. જ્યારે ઇમ્પેક્ટ પ્લાન અને મહત્તમ પ્લાન રજૂ થાય અંગે ચર્ચા કરાઇ હતી.

સુરેન્દ્રનગર શહેરમાં બાંધકામ અંગે ચર્ચા કરવા સુરેન્દ્રનગર-વઢવાણ-દુધરેજ સંયુક્ત પાલિકા કચેરી સભા ખંડ ખાતે શહેરના પ્રાઇવેટ અને પ્રફેશનલ સિવિલ એન્જીનીયર સાથે ચીફ ઓફિસર સાગરભાઇ રાડીયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. જેમાં શહેરના પ્રાઇવેટ પ્રોફેશનલ 50 એન્જીનીયર ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકમાં આસિસ્ટન્ટ મનીષભાઇ પંચોલી સહિત અધિકારીઓ સાથે ઇમ્પેક્ટ પ્લાન અંગે ચર્ચા કરવામાં આવી હતી. જ્યારે ઇજનેરોને આ બાબતે માર્ગદર્શન આપી મહત્તમ પ્લાન રજૂ થાય અને હવે પછી ગેર કાયદેસર બાંધકામો ન થાય તેવી સૂચના આપવામાં આવી હતી. આ બેઠકમાં સિવિલ એન્જીનીયર એસોસિયેશનના પુલીન ગાંધી સહિત આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...