ચેકિંગ:જિલ્લામાં ઓવરલોડ માલ ભરેલાં વાહનો સહિત 1.25 કરોડનો મુદ્દામાલ સીઝ

સુરેન્દ્રનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ખાણખનીજ વિભાગે લીંબડી અને સુરેન્દ્રનગરમાં ચેકિંગ હાથ ધર્યું
  • 5થી વધુ વાહનો જપ્ત કરીને લીંબડી, જોરાવરનગર પોલીસ સોંપાયા

સુરેન્દ્રનગર જિલ્લામાં ઓવરલોડ ખનીજનો માલ ભરીને વાહનો બેફામ દોડી રહ્યા છે. ત્યારે આ બાબતની ગંભીરતા લઇને ખાણખનિજ વિભાગે કાર્યવાહી કરતા લીંબડી તેમજ સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં ચેકિંગ કાર્યવાહી કરી હતી. જેમાં ઓવરલોડ સહિતના નિયમોનો ભંગ કરતા પાંચથી વધુ વાહનો સહિત અંદાજે રૂ. 1.25 કરોડનો મુદ્દામાલ સીઝ કરાયો હતો.સુરેન્દ્રનગર જિલ્લાની ખનીજ સંપત્તીને કાઢવા માટે ભૂમાફિયાઓ સક્રિય બન્યા છે. ત્યારે રેતી, માટી સહિતની ખનીજનોનું વાહનોમાં ખૂલ્લેઆમ વહન પણ થઇ રહ્યુ હોવાની બૂમરાણો ઉઠી છે.

તેમાંય ખાસ કરીને ઓવરલોડ માલ ભરીને બેફામ દોડતા વાહનોને લઇને શહેરી સહિતના વિસ્તારોમાં અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. ત્યારે આ બાબતની ગંભીરતા લઇને ખાણ ખનિજના અધિકારી અે.બી. ઓઝા, ઇન્દ્રજીતસિંહ ઝાલા, સંજયસિંહ મસાણી, આશિષભાઈ મકવાણા, દેવરાજભાઈ સહિતના સ્ટાફ દ્વારા જુદા જુદા સ્થળે ચેકિંગ સહિતની કામગીરી કરવામાં આવી હતી. આ દરમિયાન સુરેન્દ્રનગર, લીંબડી સહિતના માર્ગો પરથી ઓવરલોડ માલ ભરીને દોડતા વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો હતો.

તેમ છતા પૂર્વ તૈયારી સાથે ખનીજ ટીમે કાર્યવાહી કરતા અંદાજે પાંચથી વધુ ટ્રક, ડમ્પરો સહિતના વાહનોને બ્લેક ટ્રેપ ગેરકાયદેસર ખનીજના વહન બાબતે વાહનો સહિત અંદાજે રૂ. 1.25 કરોડનો મુદામાલ સીઝ કરાયો હતો. ત્યારબાદ જે તે વિસ્તારની હદમાં આવતા લીંબડી, જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં વાહનો સહિતનો મુદ્દામાલ સોપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...