કાર્યવાહી:મોરવાડમાં ખનીજ દરોડામાં 1.15 કરોડનો મુદ્દામાલ સીઝ

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ચુડા તાલુકાના મોરવાડ ગામના વિસ્તારોમાં ખનીજ ટીમે આકસ્મિક ચેકિંગ હાથ ધરી ડમ્પરો, મશીન તેમજ સાદી રેતી-માટી સહિત રૂ. 1.15 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ખાણ ખનીજ વિભાગની કચેરીના અધિકારી એ. બી. ઓઝાની સૂચનાથી જુદી જુદી ટીમો બનાવીને કાર્યવાહી કરવામાં આવી હતી.

જેમાં શુક્રવારે ખનિજ વિભાગના ઇન્દ્રજીતસિંહ ઝાલા, સંજયસિંહ મસાણી, આશિષભાઈ પરમાર સહિતના સ્ટાફ દ્વારા મોરવાડમાં ચેકિંગ હાથ ધરતા ખનીજચોરોમાં નાસભાગ મચી હતી. આ દરોડામાં ઘટના સ્થળેથી તંત્ર દ્વારા 4 ડમ્પર, 1 હિટાચી મશીન ગેરકાયદેસર રીતે સાદી માટી તેમજ ખનન-વહન કરતા ઝડપી પાડ્યા હતા. આ દરોડામાં અંદાજે રૂ. 1.15 કરોડનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું.

હળવદમાં પણ દરોડો પાડીને ખનીજનો રૂ. 1.3 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો
હળવદ |મોરબી ભુસ્તરશાસ્ત્રી એ.બી.ઓઝાની સૂચનાથી રોયલ્ટી ઇન્સ્પેક્ટર દીક્ષિતભાઈ, ભરતભાઈ, ગોપાલભાઈ, અંકુરભાઈ સહિતની કર્મીઓએ ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં હળવદ હાઈ-વે રોડ પર ત્રણ રસ્તા અને વેગડવાવ ફાટક પાસેથી ગેરકાયેદ રોયલ્ટી વિનાના 7 ડમ્પરો અને 303 ટન રેતી ગેરકાયદે ઝડપી પાડી હતી.આ દરોડોમાં રૂ. 1.3 કરોડનો મુદ્દામાલ કબજે કરીને હળવદ પોલીસને હવાલે કર્યો હતો. હળવદમાં રેતી ચોરીના દરોડા પાડતાં અન્ય ભૂમાફિયાઓ ફફડાટ વ્યાપી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...