તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરેન્દ્રનગર એમ.પી.એચ.ડબલ્યુ તરીકે આઉટસોર્સીંગથી કામ કરતા કર્મચારીઓને ત્રણ માસથી વધુ સમયનો પગાર ન મળતા હાલાકી થઇ રહી છે. જેથી આ અંગે સીડીએચઓ સહિત કલેક્ટર કચેરીમાં લેખીત રજૂઆત કરી પગાર આપવા માંગ કરી હતી. અને જો તેમ નહીં કરાય તો આંદોલન કરવાની ચિમકી આપી હતી.
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં આઉટ સોર્સીંગથી કામ કરતા એમ.પી.એચ.ડબલ્યુ કર્મચારીઓને પગારન થતા કલેક્ટર કચેરી અને જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના સી.ડી.એચ.ઓને ચૌહાણ રાજદિપસિંહ, બજાણીયા રોહનકુમાર, ગાબુ ચિરાગ, સોરાણી પીયુષ સહિત કર્મચારીઓએ લેખિતમાં રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યા મુ઼ંજબ કોરોના કાળમાં જીવને જોખમમાં મુકી અમો નિષ્ઠાપુર્વક સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં ડી.બી.એન્ટરપ્રાઇઝમાંતી જુદાજુદા પીએચસીમાં ફરજ બજાવતા હતા. પરંતુ છેલ્લા ત્રણ મહિના અને સતર દિવસનું વેતન મળ્યુ નથી. ઉપરાંત કોન્ટ્રાક્ટ પુરો થયાને એક માસ થવા છતા અમારૂ વેતન અમોને મળ્યુ નથી.
આ અંગે અનેક લેખિત અને મૌખીક રજૂઆત છતા પગાર ન થતા પગાર ન થવાના કારણો લેખીતમાં સાત દિવસમાં આપવા માંગ કરી હતી. જ્યારે હાલ મળતો પગાર અને સરકારે મંજુર કરેલા પગારમાં વિસંગતતા હોવાનીપણ રજૂઆત કરી હતી. આથી પગાર અપાવી ન્યાય આપવા માંગ કરી હતી અને જો તેમ નહીં કરાયતો આંદોલન કરવાની ચિમકી આપી હતી.
પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.