આયોજન:એમ.પી. શાહ કોલેજમાં સંવિધાન દિવસ અંતર્ગત ઓનલાઈન વેબિનાર યોજાયો

સુરેન્દ્રનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં સંવિધાન દિવસની ઉજવણીના ભાગરૂપે ઓનલાઇન વેબિનારનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં મુખ્ય વક્તા તરીકે પારુલ યુનિવર્સીટીના ડો.રૂચિ તિવારી, કાયદાશાસ્ત્રના એસોસિયેટ પ્રોફેસરે વિધાર્થીઓને બંધારણ વિષય પર મહત્વની માહિતી પૂરી પાડી હતી. આ કાર્યક્રમને અંતે વિધાર્થીઓને ઓનલાઈન સંકલ્પ લેવડાવવામાં આવ્યું હતું. આ વેબીનારમાં આચાર્ય ડો.કેતન પરીખ, ડો. વિપુલ કણાગરા તથા દીપિકા કેવલાણી સહિત જેમાં 150થી વધુ વિધાર્થીઓ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...