સુરેન્દ્રનગરના કૃષ્ણનગરમાં વર્ષ 2018ની 6 ફેબ્રુઆરીના રોજ સાવકી માતાએ સાવકા 7 વર્ષના બાળકને બેગમાં પુરી હત્યા કરી નાંખી હતી.આ સાવકી માતાની ઝડપી પાડ્યા બાદ કેસ ચાલતો હતો.જે લીંબડી સેશન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટે સાવકા પુત્રની હત્યા કરનાર માતાને આજીવન કેદની સજા ફટકારી હતી.
કહેવત છે કે માં તે મા બીજા બધા વગડાના વા પરંતુ આ વાક્યને શર્મ સાર કરતી ઘટના તા.6 ફેબ્રુઆરી 2018ના દિવસે સુરેન્દ્રનગરના કૃષ્ણનગરના પરમાર પરીવારમાં બન્યો હતો.જેમાં સાવકી માતા કુમાતા બની પુત્રને જીવતો શુટકેસમાં પુરી હત્યા કરી નાંખતા માતાને ઝડપી પાડવામાં આવી હતી.તેની સામે સુરેન્દ્રનગર સેશન્સ કોર્ટમાં કેસ એપ્રિલ 2018 ચલાવાયો હતો પરંતુ જેલમાં મુદત સમયે સૌકોઇ તેની સામે તીરસ્કારની નજરે જોતા હોવાથી સુરેન્દ્રનગર કોર્ટમાં જીવનુ જોખમ હોવાનુ કહી જીનલે કોર્ટમા 29-8-2018ના રોજ કેસ લીંબડી સેશન્સ કોર્ટમાં ટ્રાન્સફર કરાવ્યો હતો.
પછીતેને સુરેન્દ્રનગર જેલમાં કાચાકામના કેદી તરીકે રાખવામાં આવી હતી.આ કુમાતા જીનલ સામે કેસ લીંબડી સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો.જેમાં હત્યા કર્યા અંગેની પોલીસ તપાસની વિગતો, મૃતક ધ્રુવ ઉર્ફે ભદ્રના પીએમ રીપોર્ટ, તથા 27 લોકોની જુબાની લેવામાં આવી હતી.
જેને આધારે લીંબડી ત્રીજા એડીશનલ સેશન્સ જજ મમતા કિશનભાઇ ચૌહાણે આરોતી જીનલ પરમારને કસુરવાર ઠેરવી આજીવન કેદની સજાનો હુકમ કર્યો હતો.જ્યારે રૂ.5 હજાર દંડ કર્યો હતો જો તે ન ભરે તો વધુ 6 માસની સજાનો હુકમ કરવામાં આવ્યો હતો. આરોપીને સજા આપતા પહેલા કોર્ટે નોંધ્યુ કે જીનલે 7 વર્ષના બાળકને બેગમાં પુરી ગુંગળાવી મૃત્યુ નીપજાવ્યુછે. આ કેસ રેર ઓફ રેરેસ્ટ કેસમાં આવે છે આથી ફરીયાદ પક્ષે આરોપીને મૃત્યુ દંડની સજાની માંગ કરી હતી.પરંતુ જીનલને 6 વર્ષની બાળકી છે અને આરોપીનો બીજો કોઇ ગુનાહીત ઇતિહાસ નથી.
આમ યુવા વયના અને 6 વર્ષની બાળકીના માતા હકીકત ધ્યાને લઇ કોર્ટે વિવેક આધિન સત્તા ધ્યાને રાખી આરોપીને સુધરવાની તક મળે જ્યારે ફરીયાદી શાંતીલાલે પુત્ર ગુમાવ્યો હોવાથી તેમને ન્યાય મળે અને જરૂરી વળતર અપાવવુ યોગ્ય સહિત બાબતો ધ્યાને લઇ ન્યાયના હીતમાં આજીવન કેદની સજા આપી હતી. શાંતીલાલના એકના એક પુત્ર ભદ્રન પ્રત્યે ધ્રુણા કરતી જીનલે તા.6 ફેબ્રુઆરી 2018નારો જ 7 વર્ષીય ભદ્રનું મોં હાથ પગ બાંધી દઇ તેને જીવતો બેગમાં પુરી દીધો હતો. અને તેના પર કપડા મુકી દીધા હતા આથી બાળકનું બેગમાં દમ ઘોટાઇ જતા માસુમ મૃત્યુ પામ્યો હતો. શાંતીલાલ પરમારના પ્રથમ પત્નિ ડીમ્પલબેનનું અવસાન થતા શાંતીલાલે અમદાવાદની જીનલ સાથે બીજા લગ્ન કર્યા હતા.
જીનલના આ ત્રીજા લગ્ન હતા અને તેને એક પુત્રી હતી શરૂઆતમાં શાંતીલાલના પુત્ર ભદ્રને તે સારી રીતે રાખતી પછી પતિની પ્રોપર્ટી બાળક ભદ્રને મળશે અને તેની પુત્રીને નહીં મળે તેમ વિચારી ભદ્ર પ્રત્યે ધ્રુણા કરતી હતી.અને બાળકને જીવતો બેગમાં પુરી હત્યા કરી નાંખી હતી. સાવકી માતાએ ભદ્રને બેગમાં પુરી હત્યા કરી નાંખ્યા બાદ ભદ્ર ખોવાઇ ગયો છેનું નાટક શરૂ કરી દીધુ હતુ.પરંતુ બેગને ઘરના ખુણામાં મુકી દીધી હતી અને કોઇ તેની પાસે નજાય તેનુ ધ્યાન રાખતી અને આસપાસ શોધખોળનો ડોળ કરતી અને બાધાઆખડી રાખી હતી.
પરંતુ રાત્રે શાંતીલાલ અને લેબર કોર્ટ સ્ટાફ અને પરીવાર ઘરના રૂમની બેગ ચેક કરવા લાગ્યા હતા.એક બેગની ચાવી ન મળતા ડીસમીસથી તોડી જોતા તેમાં ધ્રુવ ઉર્ફે ભદ્ર મળ્યો હતો.જેને મોઠે ચોયણીથી બાંધી અને તેનાપર કપડા મુકી દીધા હતા .આમ સાવકી માંનો ભાંડો ફુટ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.