જળાશયો ચોમાસે કોરાંકટ્ટ:જિલ્લાના 11માંથી મોરસલ, સબુરી, નિંભણી જળાશયો તળિયાઝાટક

સુરેન્દ્રનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં 15.99 ઈંચ વરસાદ છતાં 11 જળાશયમાં માત્ર 37.23 ટકા જ પાણી, ચુડાનો વાંસલ અને ચોટીલાનો ત્રિવેણી ઠાંગા ડેમ છલકાયા, પણ

જિલ્લામાં વરસાદી પાણીના સંગ્રહ માટે પાણીની સારી આવકવાળી નદીઓ કે વોકળાઓ ઉપર જુદી જુદી જગ્યાએ કુલ 11 જળાશયો બનાવવામાં આવ્યાં છે. આ જળાશયો પૂરેપૂરાં ભરાઈ જાય તો જિલ્લામાં પાણીની સમસ્યા ખૂબ હળવી બની જતી હોય છે પરંતુ આ વર્ષે સપ્ટેમ્બર મહિનાની શરૂઆત થઈ ચૂકી છે અને સિઝનનો કુલ 67.52 ટકા એટલે કે સરેરાશ 15.99 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે તેમ છતાં હજુ પણ જિલ્લાનાં જળાશયોમાં પૂરતા પ્રમાણમાં પાણીની આવક થઈ નથી અને 3 જળાશય તો તળિયાંઝાટક છે. આગામી સમયમાં સારો વરસાદ નહીં થાય તો જળાશયો ખાલી રહેવાની સ્થિતિ ઊભી થઈ છે.

જિલ્લામાં સૌથી વધુ ચૂડા તાલુકામાં 20.96 ઈંચ અને સૌથી ઓછો લીંબડીમાં 13.28 ઈંચ વરસાદ પડ્યો છે. જિલ્લાનાં 11 જળાશયોમાં કુલ 3844 ઘનફૂટ પાણીની સંગ્રહક્ષમતા સામે અત્યારે 1431.27 ટકા જ પાણી ભરેલાં છે. ખાસ કરીને સારો વરસાદ થવાને કારણે ચૂડાનો વાંસલ અને ચોટીલાનો ત્રિવેણી ઠાંગા ડેમ જ છલકાયા છે. જ્યારે ધોળીધજા ડેમ નર્મદાનાં નીરથી ભરેલો છે. ગત વર્ષે 2 સપ્ટેમ્બર સુધી જિલ્લામાં 35.44 ટકા વરસાદ થયો હતો જ્યારે આ વર્ષે તેની સરખામણીએ સારો વરસાદ થવા છતાં જળાશયો હજુ સુધી ખાલી છે.

શરૂઆતમાં વરસાદ ઓછો પડ્યો છે, 3 વર્ષથી નવેમ્બર સુધી વરસાદ પડ્યો હતો
જિલ્લામાં જે રીતે વરસાદ પડતો આવ્યો છે, તેની પેટર્ન જોઈએ તો શરૂઆતના ગાળામાં વરસાદ ઓછો પડ્યો છે અને છેલ્લાં 3 વર્ષમાં છેક નવેમ્બર મહિના સુધી વરસાદ પડ્યો છે. આ વરસાદને કારણે ખુડૂતોને નુકસાની વેઠવાના દિવસો આવે છે.

મુખ્ય જળાશયોમાં પાણીની સ્થિતિ (મેટ્રિક ઘનફૂટમાં)
ડેમસંગ્રહક્ષમતાહાલની સ્થિતિટકાવારી
નાયકા484138.728.66
ધોળીધજા72067093.11
થોરીયાળી792131.0316.54
વડોદ536189.3935.33
વાંસલ140140.38100.27
ફલકુ46040.838.88
મોરસલ11500
સબુરી15900
નીંભણી21800
ત્રિવેણી ઠાંગા114113.999.91
ધારી1066.646.26
કુલ38441431.2737.23
જિલ્લામાં વરસાદની સ્થિતિ (મીમીમાં)
તાલુકોવરસાદટકાવારી
ચોટીલા49272.8
ચુડા50987.63
થાન40169.85
દસાડા35964.85
ધ્રાંગધ્રા37862.58
મૂળી33252.74
લખતર34861.82
લીંબડી38369.97
વઢવાણ33752.9
સાયલા46074.97
અન્ય સમાચારો પણ છે...