કામગીરી પૂર્ણ કરવાના આદેશ:નવા ST સ્ટેન્ડ માટે 8 કરોડથી વધુ ફાળવાયા 2018માં ખાતમુહૂર્ત થયું છતાં હજી બન્યું નથી

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરના નવા ST ડેપોની કામગીરી ઝડપથી પૂરી કરવા કલેક્ટરનો આદેશ

સુરેન્દ્રનગર શહેરમાં રૂ. 8 કરોડથી વધુના ખર્ચે બસ સ્ટેશન બની રહ્યું છે. પરંતુ હજુ સુધી આ કામગીરી પૂર્ણ થઇ નથી. શનિવારે જિલ્લા કલેક્ટરે કામગીરી બાબતે સમીક્ષ માટેની સ્થળ મુલાકાત લીધી હતી. જેમાં ઝડપથી આ કામગીરી પૂર્ણ કરવાના આદેશો કર્યા હતા.

અંદાજે 8થી વધુ કરોડના ખર્ચે નવું આધુનિક બસ સ્ટેશન બનાવવાની 2016માં જાહેરાત બાદ 2018માં તેનું ખાતમૂર્હુત કરાયું હતું. અંદાજે 5 વર્ષ જેટલો સમય થવા છતાં નવા બસ સ્ટેશનની મુસાફરો સાથે લોકો પણ હજુ સ્વપ્ન જોઇ રહ્યાં છે. કોરોનાની મહામારીએ પણ આ ડેપોની કામગીરીમાં ભાગ ભજવતા હજુ સુધી કામગીરી ધીમીગતિએ ચાલતી હોવાનું બહાર આવ્યું હતું. આ સુવિધા લોકોને ઝડપથી મળે તે માટે જિલ્લા કલેક્ટરે શનિવારે સ્થળ મુલાકાત કરી હતી.

આ સમયે નાયબ કલેકટર અનિલ ગોસ્વામી, રાજકોટ એસટી વિભાગીય નિયામક જે.બી.કલોત્રા, એસટીના નાયબ ઇજનેર એચ.આર.મોરધરા, વિપુલ વ્યાસ, પી.આર.રાણા સહિતના એસટીના કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કલેકટર એ.કે. ઔરંગાબાદકરે સમયસર કામગીરી પૂર્ણ કરવા તંત્ર તરફથી કોઇ મદદની જરૂરિયાત, કોઇ પ્રશ્નો નડતા હોય તેની સમીક્ષા માટેની સ્થળ મુલાકાત હતી. હજુ વધુ વિલંબ ન થાય તેની અને સમયસર ક્વોલિટિવાળું કામ થાય તે અંગેની સૂચનાઓ આપવામાં આવી હતી. અને તા. 30-12-2021 સુધીમાં ડેપો બની જાય તેવા એસટી તંત્ર પણ પ્રયાસો કરી રહ્યાં છે.

ST કર્મીઓની 20મીથી પૈડાં થંભાવી દેવાની ચીમકી
એસટી કર્મીઓની ઘણા સમયથી 18 માગણીઓ અંગે સરકાર દ્વારા હકારાત્મક નિર્ણય લેવાતો નથી. 19 ઓક્ટોબર સુધીમાં તેમના પ્રશ્નો નહીં ઉકેલવામાં આવે તો જિલ્લાના એસટી કર્મીઓ 20મીની રાતથી અચોક્કસ મુદતની હડતાલ પાડીને બસોના પૈડાં થંભાવી દેશે.

અન્ય સમાચારો પણ છે...