તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરમાં મોબાઇલ કંપનીઓ દ્વારા ઉભા કરવામાં આવેલા ટાવરોના ભાડાના વેરાની બાકી રકમ 1.50 કરોડને આંબી જતાં પાલિકા તંત્ર દ્વારા આ વેરાની વસુલાત માટેનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલા 53 મોબાઇલ ટાવરોનું અંદાજે 2 થી લઇ 5 વર્ષ સુધીના ભાડાની વસુલાત બાકી છે. ત્યારે મોબાઇલ કંપનીઓ દ્વારા જો ભાડાની ચૂકવણી કરવામાં નહીં આવે તો પાલિકા દ્વારા સીલ મારવાની ચીમકી પણ આપી છે.સુરેન્દ્રનગર શહેરમાં અલગ અલગ વિસ્તારમાં મોબાઇલ કંપનીઓ દ્વારા ઉભા કરવામાં આવેલા ટાવરોના ભાડાના વેરા ભરવામાં મોબાઇલ કંપનીઓ દ્વારા ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યાં છે.
વોડાફોન, આઇડીયા, એરટેલ,ટાટા ટેલી, રીલાયન્સ, બીએસએનએલ અને એસઆર સહીતની કંપનીઓના શહેરમાં 53 ટાવરો આવેલા છે. કંપનીઓ દ્વારા આ ટાવરો ખાનગી માલીકીની જમીનો પર ઉભા કરવામાં આવ્યા છે પરંતુ તેના ભાડાની રકમ પર અમુક ટકા લેખે પાલિકાને વેરો ચૂકવવાનો થતો હોય છે. આ ભાડાના વેરાની બાકી રકમનો આંકડો 1.58 કરોડને આંબી ગયો છે તેમ છતાં મોબાઇલ કંપનીઓ દ્વારા વેરાના રૂપિયા ભરવામાં ન આવતા પાલિકા તંત્ર દ્વારા બાકી વેરાની વસુલાત માટેનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
આ અંગે પાલિકાના ચીફ ઓફીસર સંજયભાઇ પંડ્યાએ જણાવ્યું કે મોબાઇલ કંપનીઓના ટાવરના ભાડાના વેરા પેટેની રકમ લાંબા સમયથી બાકી છે. જેને લઇને પાલિકા દ્વારા છત્રપાલસિંહ ઝાલા અને મુકેશભાઇ ડગલી સહીતના કર્મચારીઓની એક ટીમ બનાવવામાં આવી છે. જેમના દ્વારા આગામી સમયમાં મોબાઇલ ટાવરની કંપનીઓને નોટીસો પાઠવવામાં આવશે બાકી લેણું ભરવામાં નહીં આવે તો ટાવરને સીલ મારવાની કાર્યવાહી કરાશે.
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.