તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓનલાઇન પારાયણ કથા:પાટડી વર્ણીન્દ્રધામ મંદિરમાં ઓનલાઇન પારાયણ કથામાં એક લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઘેર બેઠા જોડાશે

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
 • યુ ટ્યુબ પર પાટડી વર્ણીન્દ્રધામ મંદિર અને સુરત ગુરૂકુલથી જીવંત પ્રસારણ કરાશે

વર્તમાન સમયમાં કોરોના મહામારીના કારણે મંગલ મહોત્સવમાં ઘણા લોકો એક સાથે ભેગા ન થઇ શકવાના લીધે પાટડી વર્ણીન્દ્રધામ મંદિરમાં ઓનલાઇન પારાયણ કથામાં એક લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઘેર બેઠા જોડાશે. જેમાં યુ ટ્યુબ પર પાટડી વર્ણીન્દ્રધામ મંદિર અને સુરત ગુરૂકુલથી જીવંત પ્રસારણ કરાશે.

27 માર્ચથી 29 માર્ચ સુધી શ્રદ્ધાળુઓ ઘેર બેઠા ઓનલાઇન રસપાન કરશે

પાટડી વિરમગામ રોડ પર આવેલા સ્વામિનારાયણ સંપ્રદાયના વર્ણીન્દ્રધામ મંદિરમાં આ વર્ષે ઓનલાઇન પારાયણ કથાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. હાલમાં કોરોના મહામારીના કારણે મંગલ મહોત્સવમાં ઘણા લોકો એક સાથે ભેગા ન થઇ શકવાના કારણે સરકારના કોરોના ગાઇડ લાઇન આદેશ અનુસાર આ વર્ષે હોળી-ધૂળેટીનો મહા મંગલ મહોત્સવ કાર્યક્રમનું ઓનલાઇન આયોજન કરવામાં આવ્યું છે. આ લાઇવ પ્રોગ્રામનું સુરત ગુરૂકુળ અને પાટડી વર્ણીન્દ્રધામ મંદિર દ્વારા યુ-ટ્યુબ પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. જે આગામી 27 માર્ચથી 29 માર્ચ ત્રણ દિવસ શ્રદ્ધાળુઓ ઘેર બેઠા ઓનલાઇન રસપાન કરી શકશે.

ત્રિદિવસીય મહા મંગલ મહોત્સવની ઉજવણી કરાશે

આ અંગે પાટડી વર્ણીન્દ્રધામ મંદિરના અચલ સ્વામીએ જણાવ્યું કે, રાજકોટની શાખાનું પાટડી વર્ણીન્દ્રધામ ખાતે આજથી ત્રિદિવસીય મહા મંગલ મહોત્સવની ઉજવણી કરવા જઇ રહ્યું છે. કોરોના મહામારીના લીધે વધુ ભીડ એકઠી કરી શકાય એમ ન હોવાથી સુરત ગુરૂકુળ અને પાટડી વર્ણીન્દ્રધામ મંદિરથી યુ-ટ્યુબના માધ્યમથી જીવંત પ્રસારણ કરવામાં આવશે. જેમાં 3 દિવસ સુધી રોજ મંદિરમાં મહાભિષેક, પ્રાત: શિરામણી, શણગાર આરતી, દિવ્ય પૂજનોત્સવ, 25 કુંડી જલયાગ, 56 ભોગ અન્નકૂટ, 25 ફૂટના હિંડોળે ઝૂલતા મહારાજનું પૂજન, રાજભોગ થાળ કાવડયાત્રા, મોક્ષ સ્નાન અને જળયાત્રા સહિતના કાર્યક્રમો યોજાશે. સાથે રોજ મહા રથયાત્રા, સાયં મહા આરતી, સંકીર્તન, હાટડી દર્શન સહિતના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. અને નવયુવાન વિદ્વાન સંતોના મુખે સંગીતના સથવારે શ્રીહરી ચરિત્ર કથા શ્રવણમાં એક લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઓનલાઇન જોડાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો