શિક્ષણ:ધો.1થી 5ના 95 ટકાથી વધુ હાજરી બાળકોને એકાંતરે બોલાવવા પડે છે

સુરેન્દ્રનગર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાળકોને ભણાવવા કરતાં રમત-ગમત પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે
  • બાકીના વિદ્યાર્થીઓને હજુ પણ ઘરે ઓનલાઇન જ ભણાવવામાં આવે છે

ધો.1થી 5ના વિદ્યાર્થીઓને શાળાએ ભણવા માટેની છૂટ આપ્યાના ચોથા જ દિવસ શળાઓમાં હાજર વિદ્યાર્થીઓની સંખ્યા 95 ટકાથી વધુ થઇ ગઇ છે. જોકે હજુ 50 ટકા જ વિદ્યાર્થીઓને શાળાએ શિક્ષણ માટે બોલાવવાનો સરકારનો આદેશ છે ત્યારે એક દિવસ બાળક શાળાએ ભણે છે અને બીજા દિવસે ઘરે ઓનલાઇન બાળકને ભણાવવામાં આવી રહ્યા છે.

શાળા ખુલવાના ચોથા જ દિવસે 95 ટકાથી વધુ વિદ્યાર્થીઓ સ્કૂલમાં ભણવા માટે આવ્યા હતા. સરકારના નિયમ અનુસાર 50 ટકાને જ શાળાએ બોલાવીને અભ્યાસ કરાવવાનો છે. આથી સંચાલકોએ વિદ્યાર્થીની સંખ્યા મુજબ બે ભાગ પાડી દીધા છે. જેમાં આજે શાળાએ આવેલા પહેલા ગૃપના વિદ્યાર્થીની બીજા દિવસે ઓનલાઇન ભણવાનું હોય છે.

બીજા ગૃપના વિદ્યાર્થીઓ તે દિવસે શાળાએ આવીને અભ્યાસ કરે છે. આમ બાળકને એક આંતરે શાળામાં શિક્ષકો પાસે ભણવાની તક મળતી થઇ ગઇ છે. જિલ્લામાં કુલ 136785 વિદ્યાર્થી ધો.1થી 5માં અભ્યાસ કરે છે. નિયમ અનુસાર તે પૈકી 50 ટકા એટલે કે 68392 વિદ્યાર્થીને જ દરરોજ શાળાએ બોલાવવાના હોય છે. શાળા ખુલવાના પ્રથમ દિવસે 36641 વિદ્યાર્થીઓ શાળાએ આવ્યા હતા. જ્યારે ચોથા દિવસે 69361 વાલીએ સંમતિ આપી હતી. 65298 વિદ્યાર્થીઓ શાળાએ આવ્યા હતા.

ટીચર સાથે વિશેષ લગાવ હોય છે
બાળકોને શિક્ષણની સાથે સાથે અન્ય મિત્રો અને ટીચર સાથે વિશેષ લગાવ હોય છે. શિક્ષણનું ભારણ દેવાની જગ્યાએ રમતગમત, હાસ્ય માટે વધુ સમય ફાળવી લેખન-વાંચન કરાવીએ છીએ. > ઇન્દ્રસિંહ ઝાલા, પ્રમુખ, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ

અન્ય સમાચારો પણ છે...