સુરેન્દ્રનગર જિલ્લામાં દિવાળી પર્વનિમિતે દાજવાના સહિત ઇમરજન્સી બનાવો બનતા હોય છે.આથી 108ની ટીમ જિલ્લાના વિવિધ પોઇન્ટો પર 20 એમ્બ્યુલન્સો 80થી વધુ લોકોનાં સ્ટાફ સાથે સેવામાં રહેશે.ત્યારે 108 કર્મીઓ દિવાળીના દિવસોમાં કામપર તૈનાત રહેવાના હોવાથી એક દિવસ અગાઉ ધુળેટી ઉજવણી કરી હતી. સુરેન્દ્રનગર જિલ્લાની જનતા હોળી ધુળેટી પર્વને લઇ ઉત્સાહ ભેર ઉજવણી કરવાના છે.ત્યારૈ આ ઉજવણી દરમિયાન પાણીમાં ડૂબી જવાની ઈમરજન્સી પડી જવા અને વાગવાની ઈમરજન્સી તે સિવાય બાકીની અન્ય ઇમરજન્સી નોંધાય છે.આથી તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે.
જેમાં જિલ્લા ભરમાં 20 એબ્યુલન્સ સાથે ઇએમટી, ડ્રાઇવર સહિત 80થી વધુનો સ્ટાફ તહેવારોનાં પર્વેને લોકો સારી રીતે ઉજવણી કરી શકે તે માટે 108ની એમ્બ્યુલન્સ સાથે ખડેપગે રાખવામાં આવશે.આ અંગે જિલ્લા પ્રોગ્રામ અભિષેક ઠાકર અને સુપરવાઇઝર આમીન મન્સુરીએ જણાવ્યુ કે સુરેન્દ્રનગર જિલ્લામાં સામાન્ય દિવસો કરતા હોળીના દિવસે 4 ટકા જેટલો ઇમરજન્સીમાં વધારો નોંધાય છે. તેમ જ ધુળેટીમાં 26 ટકા જેટલો વધારો નોંધાય છે.
તમામ ઇમરજન્સીને પહોંચી વળવા 108 ઇમરજન્સી સેવાના તમામ કર્મચારીઓ તૈયાર રહેશે છે. તહેવારોની અંદર જ્યારે લોકો પોતાના સગા સંબંધી અને વ્હાલા જોડે હોળીના અને ધુળેટીના તહેવાર ઉજવશે. ત્યારે 108 ઈમરજન્સી સેવાના કર્મચારીઓ પોતાના કાર્ય સ્થળ પર જ હોળીનો તહેવાર ઉજવી એકબીજાને રંગ લગાવી આ પર્વની ઉજવણી કરી લોકોનો જીવ બચાવવાનો સંકલ્પ કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.