રાષ્ટ્રવ્યાપી હડતાળ:શનિવારે બેન્કો ખુલ્લી રહેતા 80 કરોડથી વધુના વ્યવહારો થયા

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1650થી વધુ કર્મીઓ રાષ્ટ્રવ્યાપી હડતાળમાં જોડાયા હતા

બેંકના ખાનગીકરણના વિરોધમાં યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયનના નેજા હેઠળ બે દિવસીય રાષ્ટ્ર વ્યાપી હડતાલના સમર્થનમાં સુરેન્દ્રનગરના બેંક કર્મી જોડાયા હતા. આથી જિલ્લાની 120થી વધુ પીએસયુ બેંકોના 1650થી વધુ કર્મચારી 2 દિવસ કામથી અળગા રહેતા 120 કરોડથી વધુના વ્યવહારો અટકી ગયા હતા. ત્યારે શનિવારે બેંક ખુલતા લોકોએ 80 કરોડથી વધુ નાણાકીય વ્યવહાર કર્યા હતા.સરકારે 2 બેંક અને વીમા કંપનીઓના ખાનગીકરણની કરણની કરેલી જાહેરાત સામે શિયાળુ સંસદ સત્રમાં બીલ લાવવાની તજવીજ હાથ ધરાઇ હોવાનો મત યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન દ્વારા કરી રાષ્ટ્રવ્યાપી હડતાળ પાડી હતી.

જેમાં યુનાઇટેડ ફોરમ બેન્ક યુનિયન અને ગુજરાત બેંન્ક વર્કર યુનિયનના 75 થી વધુ બેંકોના 1000થી વધુ અધિકારીઓ અને કર્મચારી ઓ તથા એસબીઆઇ એપ્લોય યુનિયનના 45 બ્રાન્ચના 650થી વધુ એમ કુલ 120થી વધુ પીએસયુ બેંકના 1650થી વધુ કર્મીઓ આ હડતાલમાં જોડાયા હતા. આથી બેંકે આવતા ગ્રાહકોને પરત ફરવું પડતા 2 દિવસમાં કરોડોના વ્યવહારો ઠપ્પ થઇ ગયા હતા. જ્યારે લોકોને એટીએમમાં પણ પૈસા ખૂટી જતા એટીએમ એટીએમ ફરવુ પડ્યું હતું.

આ ઉપરાંત લોકોએ ઓનલાઇન ટ્રાન્ઝેકશનનો ઉપયોગ વધુ કરતા તેને લગતા વ્યવહાર વધી જવા પામ્યા હતા.ત્યારે શનિવારે એક દિવસ ફરી બેંક ચાલુ થઇ હતી. આથી લોકોનાણાકીય વ્યવહારો માટે ઉમટતા 80 કરોડથી વધુના વ્યવહારો એક દિવસમાં થવા પામ્યા હતા.જ્યારે આજે રવિવારે ફરી બેંકો બંધ રહેશે અને સોમવારથી રાબેતા મુજબ લોકો નાણાકીય વ્યવહાર કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...