વિરોધ પ્રદર્શન:સુરેન્દ્રનગરમાં ખાનગીકરણના વિરોધમાં બેંકોના 600થી વધુ કર્મચારીઓ હડતાળ પર, બેંક કર્મીઓએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યુ

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હડતાળના પગલે કરોડો રૂપિયાના હિસાબી વહીવટ અટકી પડવાની આશંકા
  • ખાનગીકરણ નહીં અટકાવવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી

દેશભરમાં બેંકકર્મીઓ દ્વારા ખાનગીકરણના વિરોધમાં આજે અને કાલે બે દિવસ સુધી હડતાળની જાહેરાત કરી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની સહકારી બેંકોમાં હડતાળની સાથે સ્ટાફ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આજે ગુરૂવારે વહેલી સવારે બેંકના કર્મચારીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. બેંકમાં બે દિવસની હડતાળને પગલે કરોડો રૂપિયાના હિસાબી વહીવટ અટકી પડવાની આશંકા છે.

ખાનગીકરણના વિરોધમાં જિલ્લાની સહકારી બેંકોમાં કર્મચારીઓએ હડતાળ કરી હતી સાથે સ્ટાફ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં ખાનગીકરણ નહીં અટકાવવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ બેંક કર્મચારીઓએ ઉચ્ચારી હતી. આજે ગુરૂવારે વહેલી સવારે બેંકના કર્મચારીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. બેંકના કર્મચારીઓએ શહેરની બેંક ઓફ બરોડા ખાતે એકત્ર થઇને સૂત્રોચ્ચાર કરી અને વિરોધ નોંધાવ્યો હતો. જિલ્લાના કુલ 600થી વધુ કર્મચારીઓ હડતાળ પર ઉતરતા અફડાતફડી મચી હતી. બે દિવસની હડતાળને પગલે કરોડો રૂપિયાના હિસાબી વહીવટ અટકી પડવાની આશંકા છે.

અન્ય સમાચારો પણ છે...