તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન પૂરજોશમાં:સુરેન્દ્રનગર જિલ્લામાં રસીકરણ અભિયાન પૂરજોશમાં, 60 ટકાથી વધુ લોકોનું રસીકરણ સંપન્ન

સુરેન્દ્રનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર જિલ્લામાં રસીકરણ અભિયાન પૂરજોશમાં, 60 ટકાથી વધુ લોકોનું રસીકરણ સંપન્ન - Divya Bhaskar
સુરેન્દ્રનગર જિલ્લામાં રસીકરણ અભિયાન પૂરજોશમાં, 60 ટકાથી વધુ લોકોનું રસીકરણ સંપન્ન
  • સુરેન્દ્રનગરમાં 11 લાખથી વધુ લોકોનું રસીકરણ, હવે અંદાજે 1.73 લાખ બાકી
  • 5,78,345 પુરુષો સામે 5,21,919 મહિલાઓએ રસીનો લાભ લીધો
  • રસીકરણ અંગે લોકોને કરવામાં આવી રહ્યા છે જાગૃત

સુરેન્દ્રનગર જિલ્લામાં તંત્ર દ્વારા વિવિધ કેન્દ્ર પર રસીકરણની કામગીરી પૂરજોશમાં હાથ ધરાઈ છે. જેમાં રોજે રોજ 10 હજારથી વધુ લોકોને રસી આપવામાં આવી રહી છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 10 લાખથી વધુ લોકોએ રસી લીધી છે. તાલુકાના તેમજ છેવાડાના વિવિધ વેક્સિનેશન કેમ્પો ઉપર મોટી સંખ્યામાં લોકોએ રસી મૂકાવી હતી. જેના કારણે જિલ્લામાં પુરૂષ-મહિલાઓ સહિત કુલ 60 ટકાથી વધુ લોકોનું રસીકરણ થઇ ચૂક્યું છે.

સરળતાથી વેક્સિન મળી રહે તેવી વ્યવસ્થા કરાઈસુરેન્દ્રનગર જિલ્લામાં રસીને લઇને લોકોમાં જાગૃતતા લાવવા માટે આરોગ્ય સહિત તંત્રના પ્રયાસોથી વિવિધ વિસ્તારોમાં રાત્રી વેક્સિનેશન કેમ્પના આયોજનો તેમજ લોકોને નજીકમાં નજીક વેક્સિનના ડોઝ મળી રહે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત અમુક વિસ્તારોમાં રીક્ષા ફેરવીને પણ વેકસીનેશન કેમ્પ અંગે જાહેરાત કરવા સહિતના પ્રયત્નો કરીને તંત્રએ રસીકરણ અભિયાન વધુ તેજ બનાવી વધુમાં વધુ લોકોને વેક્સિન આપવામાં સફળતા મળી છે.

વેક્સિન લેવા કરાઈ અપીલઆ બાબતે જિલ્લા વિકાસ અધિકારી ડૉ. નવનાથ ગવ્હાણે એ પણ લોકોને વધુમાં વધુ વેક્સિન લેવા તેમજ સંભવિત ત્રીજી લહેરથી બચવા માટે વેક્સિનેશન માત્ર યોગ્ય ઉપાય હોવાનું જણાવવાની સાથે જે લોકોએ હજુ પણ વેક્સિન ન લીધી હોય તેઓએ નજીકના કેન્દ્ર પર જઈને પ્રથમ ડોઝ તેમજ જેને બીજો ડોઝ બાકી હોય એને તેઓએ બીજો ડોઝ લેવા માટે અપીલ પણ કરી હતી.

ચોટીલાના પ્રાંત અધિકારીએ ગામડાંના લોકોનો ડર દૂર કર્યોચોટીલાના ધારૈઇ ગામે પ્રાંત અધિકારી આર.બી અંગારીની અધ્યક્ષતામા વેક્સિનેશનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. એક બાજુ દેશમાં કોરોનાની ત્રીજી લહેરની સંભાવના વ્યક્ત કરાઇ રહી છે. ત્યારે બીજી બાજુ ગામડાના લોકો કોરોનાની વેક્સિન લેવામાં ગભરાઇ રહ્યા છે, ત્યારે ચોટીલાના પ્રાંત અધિકારી ધારૈઇએ ગામે રૂબરૂ દોડી જઇને ગ્રામજનોને કોરોના વિશે સમજણ આપીને 25 લોકોને કોરોનાની વેક્સિન અપાવીને વેક્સિનેશનની કામગીરી આગળ ધપાવી હતી.

સાંસદે દત્તક લીધેલા ગામમાં 100 ટકા રસીકરણસુરેન્દ્રનગરના સાંસદ અને કેન્દ્રીય બાળ વિકાસ મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરા દ્વારા દત્તક લીધેલા આદર્શ ગામ એવા મુળી તાલુકાના ટીકર પ્રાથમીક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ ગામમાં 100 ટકા રસીકરણ પૂર્ણ થયુ હોવાથી સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર દ્વારા આરોગ્ય વિભાગના સ્ટાફને અભિનંદન પાઠવ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...