તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બર્ડ ફ્લુની દહેશત:સુરેન્દ્રનગરના ગોરિયાવાડમાં બર્ડ ફ્લુની દહેશત વચ્ચે 60થી વધુ હોલાના મોત, મૃત હોલા ખાવાથી 10થી વધુ ગલુડીયાના મોત

સુરેન્દ્રનગર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઘૂડખર અભયારણ્ય બર્ડ ફ્લુના પગલે પ્રવાસીઓ માટે હાલ અનિશ્ચિત મુદત માટે બંધ છે

હાલમાં ઘૂડખર અભયારણ્ય બર્ડ ફ્લુના પગલે પ્રવાસીઓ માટે અનિશ્ચિત મુદત માટે બંધ છે. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના પાટડી તાલુકાના ગોરીયાવાડ ગામે બર્ડ ફ્લુની દહેશત વચ્ચે 60થી વધુ હોલા ટપોટપ મરવા લાગતા અફડાતફડી મચી જવા પામી હતી. જેમાં મૃત હોલા ખાવાથી 10થી વધુ ગલુડીયાના મોતથી પણ સન્નાટો મચી જવા પામ્યો છે.

માનવીય ખલેલથી પર એવા સુરક્ષિત સ્થળ સમા એવા વેરાન રણમાં હજારો કિ.મી.દૂર આવેલા સાઇબેરીયા, યુરોપ અને લદાખથી સફેદ અને ગુલાબી રંગના લેસર અને ગ્રેટર પક્ષીઓ, ફ્લેમીંગો સહિતના વિદેશી નયનરમ્ય પક્ષીઓના ઝુંડ શિયાળો ગાળવા આવે છે જેમાં સુરખાબ પક્ષીઓ તો રણમાં લાઇનબધ્ધ માળા વસાહત બનાવી સંવનન બાદ બચ્ચાઓને જન્મ આપી ઉનાળાની શરૂઆત થતા પોતાના માદરે વતન પરત ફરે છે. પરંતુ બર્ડ ફ્લુના પગલે ઘૂડખર અભયારણ્ય અનિશ્ચિત મુદત માટે બંધ કરવામાં આવ્યું છે.

ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના પાટડી તાલુકાના ગોરીયાવાડ ગામે ગામના ચબુતરા પાસે 60થી વધુ હોલા ટપોટપ મરવા લાગતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાવા પામ્યો હતો. એમાં મૃત હોલા ખાવાથી 10થી વધુ ગલુડીયાના મોતથી પણ સન્નાટો મચી જવા પામ્યો છે. આ અંગે ગોરીયાવાડ ગામના લાલભા ચૌહાણે જણાવ્યું કે, છેલ્લા બે ત્રણ દિવસમાં ગોરીયાવાડ ગામના ચબુતરા પાસે દાણા ખાવા આવતા કબુતર અને હોલામાંથી 50થી 60 જેટલા હોલાના ગળામાં સોજા આવી ગયા બાદ પળવારમાં ટપોટપ મરવા લાગ્યા હતા. અને આ મૃત હોલા ખાવાથી 10થી વધુ ગલુડીયા પણ મોતને ભેટ્યા બાદ આ અંગે બજાણા અભયારણ્ય વિભાગને જાણ કરવામાં આવી હતી.

આ ઘટનાની જાણ થતા બજાણા ઘૂડખર અભયારણ્ય વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર અનિલભાઇ રાઠવાની સુચનાથી ફોરેસ્ટર દલસુખભાઇ કમેજડીયા અને રોજમદાર નશીબખાન સહિતના ફોરેસ્ટ વિભાગના સ્ટાફ દ્વારા 4 મૃત હોલાને બજાણા કેર સેન્ટર ખાતે લાવી ધ્રાંગધ્રા વેટરનિટી ડોક્ટર પ્રિતેષ પટેલ પાસે લઇ જવામાં આવ્યા હતા. આ મૃત હોલાના નમુના લઇ રીપોર્ટ માટે ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા. મૃત પેરાગ્વીન ફાલ્ગનના નમુના આણંદ અને અમદાવાદ મોકલવામાં આવ્યા હતાફોરેસ્ટર બી.જે.પાટડીયાએ જણાવ્યું કે, રણમાં ટુંડી તળાવ, ભીમકા ખારી, ઓડું ખારી ડેમ અને વચ્છરાજબેટ પાછળ મહારાજા બેટમાં 20000થી 25000ની સંખ્યામાં લેસર અને ગ્રેટર ફેલ્મીંગો, પેલીગન સહિતના પક્ષીઓ છે. આથી આ ઘૂડખર અભયારણ્ય બર્ડ ફ્લુના પગલે હાલમાં બંધ રાખવાની સુચના મળી છે. બીજી બાજુ દેગામ રણમાંથી એક પેરાગ્વીન ફાલ્ગન પક્ષી મૃત હાલતમાં મળી આવ્યું હતુ. બર્ડ ફ્લુના પગલે એના સેમ્પલ આણંદ અને અમદાવાદ લેબોરેટરીમાં મોકલી અપાયા છે. જેનો રીપોર્ટ હજી સુધી આવ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો