તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાણીની બચત:ઝાલાવાડના 5500થી વધુ ખેડૂતોએ 9842 હેક્ટરમાં ટપક સિંચાઇ પદ્ધતિથી પિયત કર્યું

સુરેન્દ્રનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
જિલ્લામાં 2 વર્ષમાં મોટાભાગના ખેડૂતો ટપક પધ્ધતી અપનાવી છે. - Divya Bhaskar
જિલ્લામાં 2 વર્ષમાં મોટાભાગના ખેડૂતો ટપક પધ્ધતી અપનાવી છે.
 • જિલ્લામાં નર્મદાનાં નીર પહોંચતાં ટપક સિંચાઇની સારી વ્યવસ્થા
 • સરકાર પણ ખેડૂતોને પ્રોત્સાહિત કરવા સબસીડી આપે છે
 • ભવિષ્યમાં ઓછાં વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખી પાણીનો ઉપયોગ ઘટાડાયો
 • ખેડૂતોને ઓછી મહેનતે સારું ઉત્પાદન

એક સમયે સુકા મલક તરીકે જાણીતા ઝાલાવાડમાં આજે નર્મદાના નીર આવતા હરીયાળી છવાઇ છે. અને આથી જ ખેતી સમૃધ્ધ બની છે. તેમ છતા મહા મુલ્યવાન એવા પાણીનો બચાવ કરવો તે ખુબ જ જરૂરી છે.અને આથી જ જિલ્લાના 5543 ખેડૂતોએ ટપક પધ્ધતી અપનાવીને 9842 હેકટર જમીનમાં ટપક સીંચાઇ કરીને પાણીનો તો બચાવ કર્યો જ છે. પરંતુ સાથે સાથે મહેનત પણ ઓછી કરી આધુનિક ખેતી પધ્ધતી અપનાવી છે.સુરેન્દ્રનગર જિલ્લામાં વર્તમાન સમયે નર્મદાના નીર કેનાલો મારફતે ગામડે ગામડે પહોચી ગયા છે. અને આથી ખેડૂતો માટે સીંચાઇની સારી વ્યવસ્થા ઉભી થઇ છે.

પરંતુ તેમ છતા ભવિષ્ય અને ઓછા વરસાદની સ્થીતીને ધ્યાને રાખીને પાણીનો બચાવ કરવો તે ખુબ જ જરૂરી બની ગયુ છે. અને આ માટે ખેડૂતો ટપક સીંચાઇ પધ્ધતી અપનાવે તે માટે ખેતીવાડી શાખા પ્રયાસ કરી રહી છે. અને સરકાર ખેડૂતને સબસીડી પણ આપે છે.હાલ જિલ્લાના 5543 જાગૃત ખેડૂતોએ ટપક પધ્ધતી અપનાવીને ઓછી મહેનતે પાણી બચાવવાની સાથે સારો પાક લઇ રહયા છે.આજે જિલ્લામાં 9842 હેકટર જમીનમાં ટપક સિંચાઇથી ખેતી કરવામાં આવી રહી છે.

2 વર્ષમાં મોટાભાગનાં ખેડૂતો આ પદ્ધતિ અપનાવી આદ્યુનિક ખેતી કરે છે પણ હજુ જાગૃતિની જરૂર
આ પદ્ધતિથી 50%થી વધુ પાણીનો બચાવ થાય છે
ખેતરોમાં ધોરીયા દ્વારા પાકને પીયત કરવામાં જેટલા પાણીનો ઉપયોગ થાય છે તેની સામે ટપક પધ્ધતી દ્વારા પીયત કરવામાં આવે તો સરેરાશ 50 ટકાથી વધુ પાણીની બચત થાય છે. સરકારની સબસીડી યોજના અંતર્ગત છેલ્લા બે વર્ષમાં સબસીડી પેટે રૂપિયા 50 કરોડથી વધુ રૂપિયા ખેડૂતોને ચૂકવવામાં આવ્યા છે. આમ ટપક પધ્ધતી દ્વારા ખેડૂતોને બેવડો લાભ થાય છે. - ચીરાગભાઇ પટેલ, જુનિયર ઓફીસર, જીઆરસી

વધુ પાણીથી જમીન બગડવાની સમસ્યા રહેતી નથી
ટપક પધ્ધતીથી ખેડૂતની મહેનત ખુબ ઓછી થઇ જાય છે. પાકને પાણી પાવા માટે નાકા વાળવા નથી પડતા, દવા પણ પાણીમાં નાંખી દેવાથી પાક સુધી પહોંચી જાય છે. ઉપરાંત વધુ પાણીથી જમીનમાં ખાર ફુટી શકે છે આથી ટપક દ્વારા જરૂરીયાત મુજબનાં પાણીથી જમીન બગડવાની પણ સમસ્યા રહેતી નથી.- જગદીશસિંહ સોલંકી, ખેડૂત

તાલુકાદીઠ ટપક પદ્ધતી અપનાવનારા ખેડૂતો

તાલુકોખેડૂતોજમીન(હેક્ટરમાં)
ચોટીલા127222
ચુડા14472404
દસાડા50104
ધ્રાંગધ્રા4501027
લખતર89179
લીંબડી103226
મુળી8471556
સાયલા12731471
થાન3160
વઢવાણ11261785
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો