સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી 75મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિતયે હર ઘર તિરંગા અભિયાન હાથ ધરવામાં આવશે. જેમાં 13થી 15 દરમિયાન દરેક ઘરો પર ત્રીરંગો ધ્વજ લહેરાવામાં આવશે.જેમાં 5 લાખથી વધુ ત્રીરંગા ઘરો પર લહેરાઇ સ્વતંત્રતાનો સંદેશો પાઠવશે.
દેશને આઝાદ થયે 75 વર્ષ પૂર્ણ થતા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશભરમાં તા.13થી 15 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન યોજાનાર છે.જેને લઇ જિલ્લા કલેકટર કે.સી.સંપટે બેઠક યોજી હતી. જેમાં રાષ્ટ્રપ્રેમની ભાવનાને વ્યક્ત કરવાના આ અભિયાન થતી નવી પેઢીમાં દેશપ્રેમનાં ગુણો દ્રઢકરવાનો તેમજ દેશની આઝાદી માટે બલિદાન આપનારા શહીદોને યાદ કરવાનો અવસર હોવાનુ જણાવ્યુ હતુ.આ ઉજવણીમાં જિલ્લાવાસીઓ સહભાગી થાય માટે કામગીરી કરવા અધિકારીઓને સૂચના આપી હતી.
હર ઘર તિરંગા અભિયાનમાં દરેક ઘર, સરકારી કચેરીઓ, ખાનગી સંસ્થાઓ, ઔદ્યોગિક એકમો, સ્કુલ-કોલેજો, પોલીસ સ્ટેશનો, દૂધ મંડળીઓ, એ.પી.એમ.સી, સહકારી મંડળીઓ, સસ્તા ભાવની અનાજની દુકાનો, પેટ્રોલપંપ, હોટલો, મહોલ્લાઓ, દુકાનો સહિતનાં સ્થળોએ રાષ્ટ્રધ્વજ ફરકાવાશે.જેમાં દરેક વ્યક્તિ સહભાગી થાય તે માટે નાનો ઝંડો રૂ.18માં અને મોટો ઝંડો ફક્ત રૂ.25માં ઉપલબ્ધ કરાવવા ખાદી કામગીરી સાથે સંકળાયેલ સંસ્થાઓ ઝંડા ઉપલબ્ધ કરાવશે.
આ કેન્દ્રો પર વેચાણ માટે પૂરતી વ્યવસ્થા ગોઠવી વધુને વધુ ઝંડાનુ વેચાણ થાય અધિકારીઓને સૂચના આપી હતી. આ અભિયાનમાં લોકોને જોડી જિલ્લામાં 5 લાખથી વધુ ઘરો પર ત્રીરંગો લહેરાવાશે. આ વખતે 75 વર્ષ પૂરાં થતાં લોકો 15મી ઓગસ્ટ માટે ઉત્સુક છે. લોકો વખત હર્ષોઉલ્લાસ સાથે ઉજવણી ઉજવવા રાહ જોઈ રહ્યા છે. આ દિવસે લોકો માત્ર ઘરમાં જ નહીં પરંતુ પોતાના કાર, બાઇક તેમજ અન્ય વ્હીકલ પર પણ ત્રીંરોગ ફરકાવે છે. ઠેર ઠેર લોકો ડીજેમાં દેશ ભક્તિના ગીતો સાંભળી આઝાદીનો જશ્ન મનાવ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.