બેઠક:વઢવાણ મેળાના મેદાનના 41 લાખથી વધુ અને સુરેન્દ્રનગરના મેદાનના 31.21 લાખની બોલી બોલાઇ, વીડિયોગ્રાફી સાથે કાર્યવાહી

સુરેન્દ્રનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર અને વઢવાણ જન્માષ્ટમીના મેળા માટે મેદાનની હરાજી માટે સંયુક્ત પાલિકામાં બેઠક બોલાવાઇ હતી. - Divya Bhaskar
સુરેન્દ્રનગર અને વઢવાણ જન્માષ્ટમીના મેળા માટે મેદાનની હરાજી માટે સંયુક્ત પાલિકામાં બેઠક બોલાવાઇ હતી.
  • કોરોનાના 2 વર્ષ બાદ બંને મેળાનું આયોજન: ટેન્ડર ખોલીને હરાજી કરી બંને મેદાન કોન્ટ્રાક્ટરોને આપ્યા

કોરોનાને કારણે ખાસ કરીને જિલ્લામાં યોજાતા જન્માષ્ટમીના મેળાઓનું આયોજન કરવામાં આવ્યું ન હતું. ત્યારે અત્યારે કોરોનાની સ્થિતિ સારી હોય સુરેન્દ્રનગર વઢવાણ સંયુકત પાલિકા દ્રારા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુરુવારે ટેન્ડર ખોલવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી. જેમાં વઢવાણ મેળાના મેદાન માટે નેગોસિયેસન કરતા કુલ રૂ.41 લાખ જયારે સુરેન્દ્રનગરના મેળા માટે રૂ.31.21 લાખની બોલી બોલાઇ હતી. જિલ્લામાં જન્માષ્ટમીમાં યોજાતા મેળામાં સુરેન્દ્રનગરની સાથે વઢવાણના મેળામાં હજારોની સંખ્યામાં લોકો મેળો કરવા માટે આવે છે. તેમાં પણ વઢવાણનું વિશાળ મેદાન અને સારો આયોજને કારણે લોકો મનમુકીને મેળાની મજા માણતા હોય છે. આ વર્ષે સંયુકત પાલિકા દ્વારા બંને મેળાનું આયોજન કરાયું હતું. જેમાં વઢવાણના મેદાનની રૂ.35 લાખ અને સુરેન્દ્રનગરના મેળાની રૂ.30 લાખ અપસેટ કિંમત સાથેના ટેન્ડરો બહાર પડાયા હતા. સંયુકત પાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઇ આચાર્ય, કારોબારી ચેરમેન મનોહરસિંહ રાણા, બાંધકામ સમિતિના ચેરમેન બહાદુરસિંહ સોલંકી, સાંસ્કૃતિક સમિતિના ચેરમેન સરસ્વતીબેન યોગેશભાઇ કણઝરીયા, સદસ્ય જગદીશભાઇ પરમાર, ચીફ ઓફિસર મૌસમ પટેલ અને એન્જિનિયર કયવંતસિંહ હેરમાની હાજરીમાં ગુરુવારે પાલિકા ખાતે ટેન્ડર ખોલવામાં આવ્યા હતા. જેમાં વઢવાણના મેદાન માટે રૂ.41 લાખથી વધુ અને સુરેન્દ્રનગરના મેદાન માટે રૂ.31.21 લાખ સાથે બંને મેદાનોની કોન્ટ્રાકટરને ફાળવણી કરવામાં આવી છે. પાલિકા જે ડિઝાઇન આપે તે મુજબ કોન્ટ્રાકટરે સ્ટોલ નાખવાના રહેશે.આ ઉપરાંત મંજૂરીથી લઇને તમામ જવાબદારી પણ કોન્ટ્રાકટરની રહેશે. ખાસ કરીને વઢવાણમાં તા.17 થી 21 સુધી ભવ્ય લોકડાયરાઓ યોજાશે. જેનું આયોજન રાજેન્દ્રદાન ગઢવી કરશે અને ગુજરાતના ખ્યાતનામ કલાકારો રમઝટ બોલાવશે. જ્યાર ધ્રાંગધ્રાના ફલકુનદી પટમાં 4 દિવસનો મેળો કોરોના બાદ મેળો યોજાનાર છે. આ મેળા માટે પૂર્વ મંત્રી આઈ કે જાડેજાના માર્ગદર્શનમાં પાલિકા પ્રમુખ કલ્પનાબેન રાવલ, કારોબારી ચેરમેન ગાયત્રીબા એમ રાણા, મેળા કમિટીના ચેરમેન રમેશભાઈ પ્રજાપતી સહિત સભ્યોએ તૈયારી શરૂ કરી છે. મેળાની રાઈડો અને સ્ટોલ સહિત હરાજી 5 ઓગસ્ટે યોજાશે. મેળામાં ડીવાયએસપી જે.ડી. પુરોહિતના માર્ગદશ્શનમાં ચુસ્ત બંદોબસ્ત રખાશે.

અન્ય સમાચારો પણ છે...