તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના રસીકરણ:જિલ્લામાં ગત કરતાં આ સપ્તાહમાં 40 હજારથી વધુએ રસી મુકાવી

સુરેન્દ્રનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શનિવારે 13,731 લોકોએ રસી લીધી, અત્યાર સુધી 11.18 લાખનું રસીકરણ

સુરેન્દ્રનગર જિલ્લામાં શનિવારે 69 કેન્દ્ર પર રસીકરણ યોજાતા સાંજના 6 કલાક સુધીમાં 13731 લોકોએ રસી લીધી હતી. કોરોના માટે 1358 લોકોની તપાસ કરાઇ હતી. જિલ્લામાં અત્યાર સુધીમાં 11,18,268 લોકોનું રસીકરણ થયું હતું. ગત સપ્તાહ કરતા જિલ્લામાં ચાલુ સપ્તાહમાં 40 હજારથી વધુ લોકોએ રસી મૂકાવી હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં શનિવારે 9,05,458 પ્રથમ ડોઝ તેમજ 2,12,810 બીજા ડોઝ સાથે કુલ 11,18,268 લોકોનું રસીકરણ થયુ હતુ. આ દિવસે જિલ્લામાં 69 કેન્દ્રો પર 13731 લોકોએ રસીનો લાભ લીધો હતો. જેના કારણે જિલ્લામાં 5,88,114 પુરૂષો તેમજ 5,29,975 મહિલાઓ કોરોના સામે પોતાને રક્ષિત થયા હતા. જેમાં 18-44 વયના 5,78,728 લોકો સૌથી વધુ રસી મૂકાવી હતી. જેની સામે 45-60ની ઉંમરના 3,23,424 તેમજ 60થી ઉપરની વયના 2,16,116 લોકોએ રસીનો લાભ લીધો હતો.

જિલ્લામાં અત્યાર સુધીના રસીકરણમાં કોવિશિલ્ડની 9,82,069 તેમજ કોવેક્સિનની 1,36,199 રસીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જ્યારે શનિવારે કોઇ વ્યક્તિ કોરોનાથી સંક્રમિત થયા છે કે નહીં તે માટે આરટીપીઆરના 1130 તેમજ એન્ટિજનના 228 સહિત કુલ 1358 લોકોની તપાસણી કરાતા એકપણ કોરોના પોઝિટીવ કેસ ધ્યાને આવ્યો ન હતો.

સવારની બે કલાકમાં માત્ર 20 લોકોએ જ રસી લીધી
સુરેન્દ્રનગર જિલ્લામાં શનિવારે વહેલી સવારથી એટલે કે 8 કલાકથી જ રસીકરણ તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવ્યુ હતુ. પરંતુ 8 કલાકે કુલ 8 લોકોએ રસી મૂકાવી હતી. જ્યારે 9 કલાક દરમિયાન 12 લોકો સાથે આમ બે કલાકમાં માત્ર 20 લોકોએ જ રસીની લાભ લીધો હતો.

બે સપ્તાહનું રસીકરણ

તારીખરસીકરણતારીખરસીકરણ
18-81042426-812352
19-8861127-810825
20-8845528-810470
21-8941531-817871
23-8104791-917234
24-891232-919687
25-889503-917400
કુલ65497કુલ105839
અન્ય સમાચારો પણ છે...