તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધૂળ ખાતા CCTV:સુરેન્દ્રનગર શહેરમાં જિલ્લા પોલીસ વિભાગ હસ્તકના 40થી વધુ CCTV બંધ

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર શહેરમાં જિલ્લા પોલીસ વિભાગ હસ્તકના 40થી વધુ CCTV બંધ - Divya Bhaskar
સુરેન્દ્રનગર શહેરમાં જિલ્લા પોલીસ વિભાગ હસ્તકના 40થી વધુ CCTV બંધ
  • લાખો રૂપિયાના ખર્ચે ફીટ કરાયેલા કેમેરા બંધ રહેતા પોલીસ કામગીરી સામે સવાલ ઉઠ્યા

સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વિભાગ હસ્તકના કમાન્ડ કંટ્રોલ રૂમના સીસીટીવી કેમેરા બંધ હાલતમાં જોવા મળતા ચકચાર મચી જવા પામી છે. સુરેન્દ્રનગર શહેરના અલગ અલગ વિસ્તારોના અંદાજે 40થી વધુ સીસીટીવી કેમેરા બંધ હાલતમાં હોવાનું બહાર આવ્યુ છે. સુરેન્દ્રનગર શહેરના મોટી સંખ્યામાં સીસીટીવી કેમેરા બંધ હોવાથી જીલ્લામાં ગુન્હાખોરીના બનાવો વધવાની શક્યતાઓ સેવાઇ રહી છે.

હાલમાં હાઇવે પર કે શહેરમાં આવેલી તમામ હોટલો અને પેટ્રોલ પંપો પર પોલિસ દ્વારા ફરજીયાત સીસીટીવી કેમેરા લગાવવાનું ફરમાન જારી કરવામાં આવ્યું છે. જેથી ગુન્હાખોરીનું પ્રમાણ અટકે અને ગુન્હાની કોઇ ઘટના બને તો સીસીટીવી ફુટેજના આધારે ગુનેગારોને તાકીદે પકડવાની કાર્યવાહી હાથ ધરી શકાય. જ્યારે બીજી બાજુ સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વિભાગ હસ્તકના કમાન્ડ કંટ્રોલ રૂમના સીસીટીવી કેમેરા બંધ હાલતમાં જોવા મળતા ચકચાર મચી જવા પામી છે. સુરેન્દ્રનગર શહેરના અલગ અલગ વિસ્તારોના અંદાજે 40થી વધુ સીસીટીવી કેમેરા બંધ હાલતમાં હોવાનું બહાર આવ્યુ છે.

સુરેન્દ્રનગર શહેરના મોટી સંખ્યામાં સીસીટીવી કેમેરા બંધ હોવાથી જીલ્લામાં ગુન્હાખોરીના બનાવો વધવાની શક્યતાઓ સેવાઇ રહી છે. જ્યારે લોકોની સુરક્ષા અને ગુન્હાઓને રોકવા માટે લાખોના ખર્ચે લગાવેલા સીસીટીવી કેમેરા બંધ હાલતમાં હોવાથી પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠવા પામ્યાં છે.

જ્યારે જાહેરનામું હોવા છતાં શહેરી વિસ્તારોમાંથી ગેરકાયદેસર ઓવરલોડ ડમ્પરો પસાર થતા હોવા છતાં સીસીટીવી કેમેરામાં કેદ ન થતાં હોવાની ચર્ચાઓએ પણ ભારે જોર પકડ્યું છે. આથી પોલિસ વિભાગ દ્વારા આ તમામ બંધ CCTV કેમેરા તાકીદે ચાલુ કરવાની યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવે એવી વ્યાપક માંગ સુરેન્દ્રનગર શહેરીજનોએ ઉઠાવી છે.

અન્ય સમાચારો પણ છે...