સુરેન્દ્રનગર પાલિકા દ્વારા શહેરને હરિયાળું બનાવવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. જે અંતર્ગત વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે ત્રિદિવસીય વૃક્ષના રોપા વિતરણ કાર્યક્રમ શરૂ કરાયો હતો. આથી 3 દિવસ દરમિાયન 3600થી વધુ વૃક્ષના રોપા વિતરણ કરાશે. સુરેન્દ્રનગર જિલ્લામાં વૃક્ષોનું પ્રમાણ ઓછું હોવાથી શહેરને હરિયાળું બનાવવા વિવિધ પ્રયાસો હાથ ધરાય છે. ત્યારે ગત શનિવારના રોજ નગરપાલિકા સભાખંડમાં શહેરને હરિયાળું બનાવવા પ્રયાસના ભાગ રૂપે બેઠકનું આયોજન કરાયું હતું.
જેમાં તેમની પાસેથી શહેર હરિયાળું બનાવવા વૃક્ષારોપણ માટે અભિપ્રાય લઇ 3600 વૃક્ષ ઉગાડવાનો સંકલ્પ કરાયો હતો. આથી વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે ત્રિદિવસીય વૃક્ષ રોપા વિતરણ કાર્યક્રમ શરૂ કરાયો હતો. રવિવાર, સોમવાર, મંગળવાર દરમિયાન આનંદ ભુવન વઢવાણ ખાતે વૃક્ષોના રોપા લોકોને વિતરણનો પ્રારંભ થયો હતો.
આ પ્રસંગે ધારાસભ્ય ધનજીભાઇ પટેલ, પાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઇ આચાર્ય, ઉપપ્રમુખ ઝંખનાબેન ચાંપાનેરી, કારોબારી ચેરમેન મનહરસિંહ રાણા, સામાજીક આગેવાન ચંદ્રેશભાઇ પટેલ સહિતના હસ્તે વૃક્ષોના રોપા લોકોને વિતરણ કરાયા હતા. જ્યારે વિવિધ સંસ્થાઓની મદદથી પણ શહેરમાં વૃક્ષોના રોપા વાવેતર કરી જેને ધારરાસભ્યની ગ્રાન્ટમાંથી પિંજરાનું સંરક્ષણ, ખાડાનગરપાલિકા અને વૃક્ષ સદભાવના ટ્રસ્ટ રાજકોટ દ્વારા પૂરા પડાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.