સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરીમાં મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંગે જિલ્લા કક્ષાની બેઠકનું આયોજન કરાય હતુ.જેમાં પાંચ પાંજરાપોળ ગૌશાળાના 1194 પશુઓના નિભાવ માટે 32 લાખથી વધુની સહાય ચુકવવા આદેશ કરાયા હતા.જે ઠરાવ મંજુરી માટે રાજ્યકક્ષાની કમિટી સમક્ષ મોકલાઇ હતી.
સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કે.સી.સંપટની ઉપસ્થિતિમાં કલેકટર કચેરીના સભાખંડ ખાતે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ સહાય યોજનાનાં અમલીકરણ અર્થે જિલ્લા કક્ષાની બેઠક મળી હતી.જેમાં વર્ષ 2022-23 અંતર્ગત પબ્લિક ટ્રસ્ટ હેઠળ નોંધાયેલ પાંજરાપોળ/ગૌશાળા ખાતે રાખવામાં આવતા ગાય-ભેંસ વર્ગના પશુઓના નિભાવ માટે જિલ્લાની કુલ 5 પાંજરાપોળ/ગૌશાળાને 32 લાખથી વધુની સહાય ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો હતો.તાલુકા કક્ષાની સમિતિ દ્વારા આ યોજના અંતર્ગત સહાય માટે કુલ-7 ગૌશાળા-પાંજરાપોળની દરખાસ્ત, ભલામણો જિલ્લા કક્ષાની કમિટી સમક્ષ રજૂ થઈ હતી.
જેમાં કલેકટરે એક હજારથી ઓછા ગાય-ભેંસ વર્ગના પશુઓના નિભાવ કરતી જિલ્લાની કુલ પાંચ ગૌશાળા, પાંજરાપોળોને ઓક્ટોમ્બર-22થી ડિસેમ્બર-22 એમ કુલ 92 દિવસ માટે 32 લાખથી વધુની સહાય ચૂકવવા આદેશ કર્યો હતો. જેમાં ચુડા મહાજન પાંજરાપોળને 547 પશુઓ માટે 15,09,720 લાખ, પુરણ સ્મૃતિ ગૌસેવા ટ્રસ્ટ દુધઈને 141 પશુઓ માટે 3,89,160 લાખ, દુધઈ ગૌશાળા ટ્રસ્ટને 141 પશુઓ માટે 3,89,160 લાખ, શ્રી ધારશી વીરજીની જગ્યા ગૌશાળા ટ્રસ્ટ ચોટીલાને 47 પશુઓ માટે 1,29,720 લાખ, ચોટીલા પાંજરાપોળ ટ્રસ્ટને 318 પશુઓ માટે 8,77,680 લાખ એમ મળી જિલ્લાનાં કુલ 1194 પશુઓ માટે 32,95,440 લાખની સહાય ચૂકવવાનો આદેશ કર્યો હતો.જ્યારે રામરોટી અન્નક્ષેત્ર આશ્રમ અને શ્રી લીંબડી મહાજન પાંજરાપોળ એક હજાર કરતાં વધુ પશુ નિભાવતા હોય સહાય ચૂકવવાના પ્રવર્તમાન ઠરાવ મુજબ મંજૂરી અર્થે તેમની દરખાસ્તને રાજ્ય કક્ષાની કમિટી સમક્ષ મોકલવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.