તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબુ:25 દિવસ પછી જિલ્લામાં કોરોનાના 30થી વધુ કેસ

સુરેન્દ્રનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • તહેવારોમાં કેસ વધતાં લોકોમાં ફફડાટ

સુરેન્દ્રનગર શહેર સહિત સમગ્ર ઝાલાવાડમાં દિવાળીના તહેવારોની ખરીદી નીકળી છે. ધનતેરસથી બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે માસ્ક અને સોશીયલ ડીસ્ટન્સ ન જળવાતા લોકો કોરોનાને આમંત્રણ આપી રહ્યા છે. છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. જોકે, શુક્રવારે કોરોનાના કેસ સીંગલ ડીજીટમાં 7 નોંધાયા હતા. પરંતુ નવેમ્બર માસ પર જ નજર કરીએ તો 14 દિવસમાં 216 કેસ કોરોનાના નોંધાયા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં શનીવારે કોરોનાના 33 કેસ સામે આવ્યા છે. 33 કેસ સાથે જિલ્લાનું કોરોના મીટર 2752 થયુ છે. જયારે 14 દર્દીઓ કોરોનામુકત થયા છે. જિલ્લામાં કોરોનામુકત દર્દીઓની સંખ્યા 2314 પર પહોંચી છે. બીજી તરફ સારા સમાચાર એ છે કે, જિલ્લામાં કોરોનાથી એકપણ મોત નોંધાયુ નથી. તહેવારોના દિવસોમાં લોકો માસ્ક પહેરીને બહાર નીકળે અને ડીસ્ટન્સ જાળવે તથા સેનેટાઇઝરનો ઉપયોગ કરે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો