તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:સુરેન્દ્રનગર ભોગાવાના કાંઠે રિવરફ્રન્ટ પર કાચાં-પાકાં 25થી વધુ દબાણ તોડાયાં

સુરેન્દ્રનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. - Divya Bhaskar
સુરેન્દ્રનગરમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
  • સિટી મામલતદાર, પાલિકાની ટીમે ઓપરેશન હાથ ધર્યુ, સરકારી જમીનમાં દબાણો કરાયાં હતાં

સુરેન્દ્રનગર ભોગાવો નદીને કાંઠે રિવરફ્રન્ટ બનાવ્યા બાદ જે જમીન રાખની હતી તે લાખોની થઇ ગઇ છે. આથી જ આ જમીન ઉપર દબાણનો મોટો રાફડો ફાટ્યો છે. આ બાબત ધ્યાને આવતા સરકારી તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે રવિવારે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં કાચા અને પાકા ચણતર કરીને કરેલા 25થી વધુ દબાણ હટાવવામાં આવ્યા હતા.

સુરેન્દ્રનગર શહેરના અનેક વિસ્તારોમાં મોટા પાયે દબાણો કરી દેવામાં આવ્યા છે. તેમાં પણ ખાસ કરીને ભોગાવો નદીને કાઠે રિવરફ્રન્ટની બાજુમાં ખૂબ મોટી વિશાળ જગ્યા ખુલ્લી પડી છે. ખુલ્લી પડેલી સરકારી જમીનમાં લોકોએ દબાણ કરીને કાચા-પાકા મકાનો સહિતના દબાણો કરી દીધા હતા.

આ બાબતે કલેક્ટર એ.કે.ઔરંગાબાદકરની સૂચનાથી સિટી મામલતદાર એન.એચ.પરમાર, ગિરિરાજસિંહ જાડેજા, સંદિપભાઇ ગાંધી, ભરતભાઇ સોલંકી, અનિરુદ્ધસિંહ પરમાર સહિતની પાલિકાની ટીમે રવિવારે છેક આર્ટસ કોલેજના ઢાળથી મોચીવાડના નાકા સુધી દબાણ હટાવવાની કામગીરી હાથી ધરી હતી. જેમાં 25 થી વધુ કાચા અને પાકા મકાનો જેસીબીની મદદથી તોડી પડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...