સુરેન્દ્રનગર આઈટીઆઈમાં બુધવારે મતદાન જાગૃતિ અભિયાન 2022 અંતર્ગત વકતૃત્વ સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચૂંટણી અવસર લોકશાહીનો અને મતદારના એક મતનું મહત્વ સ્પર્ધામાં 200થી વઘારે તાલિમાર્થીએ ઉત્સાહભેર ભાગ લીઘો હતો. એક મતની કિંમત શું હોય, દરેક 18 વર્ષથી વઘારે ઉંમરની વ્યક્તિએ ફરજિયાત મતદાન કરવું જોઈએ અને લોકશાહીને વધુ મજબૂત બનાવવી જોઈએ. આ સ્પર્ધામાં દવે દેવકી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
જ્યારે સવિતા પરમાર બીજું સ્થાન અને યુવરાજ પરમારે ત્રીજુ સ્થાન મેળવ્યું હતું. આ તાલિમાર્થીઓને સંસ્થા દ્વારા સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના આચાર્ય પી. કે. શાહ, આર. એલ. બાટી, વર્ષાબેન માલી, નિરાલીબેન શાહ, હિરલબેન દંગી,મનોજભાઈ મોલાડીયા,રિઘ્ઘીબેન લવીંગીયા, ક્ષઘ્ઘાબેન સોલગામા, હરીશભાઈ દેશાઈ તેમજ મોટી સંખ્યામાં તાલિમાર્થી હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિપકભાઈ એન. રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.