તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફફડાટ:મોરબીના ઘુનડા ગામે 15 દિ'માં 200થી વધુ ઘેંટાના મોતથી ચકચાર

મોરબી4 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઘેટા ટપોટપ મરવા લાગતા માલધારીઓમાં ચિંતાની લાગણી

મોરબી નજીકના ઘુનડા ગામ પાસે ઘેંટાના ટપોટપ મોત થતાં માલધારીઓમાં ચિંતા પ્રસરી ગઇ હતી. અને છેલ્લા 15 દિવસમાં આ વિસ્તારમાં લગભગ 200થી વધુ ઘેંટાઓના મોત થયા છે અને સોમવારે લગભગ 30 થી વધુ ઘેંટાના મોત થતાં પશુ ડોક્ટરને બોલાવ્યા છે અને હાલમાં ઘેંટામાં કોઇ રોગ આવ્યો હોવાથી ઘેંટાના ટપોટપ મોત થતા હોવાની શક્યતા માલધારીઓ વ્યક્ત કરી રહ્યા છે.

મોરબી નજીકના ઘુનડા ગામે રહેતા માલધારી નારણભાઈ ગોવાભાઇ અને દેવાભાઇ અરજણભાઈ પાસેથી મળતી માહિતી મુજબ ઘુનડા ગામે રહેતા માલધારીઓમાંથી 6 થી 7 જેટલા માલધારીઓના ઘેંટા છેલ્લા 15 દિવસમાં જ કોઈ કારણસર મૃત્યુ પામી રહ્યા છે અને છેલ્લા એક પખવાડિયાથી અંદર ઘુનડા ગામના જુદા જુદા માલધારીઓના કુલ મળીને લગભગ 200થી વધુ ઘેંટાના મોત થયા છે. જેથી કરીને આજે સરકારી પશુ ડોક્ટરને ઘુનડા ગામ ખાતે બોલાવવામાં આવ્યા છે અને આજે લગભગ 30 જેટલા ઘેંટાના મોત થયા હોવાથી માલધારીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

એક પખવાડીયાની અંદર લગભગ 200 થી વધુ ઘેંટાના મોત થતાં માલધારીઓ ઉપર આભ ફાટી પડ્યું છે અને બાકીના અન્ય કોઈ ઘેંટામાં રોગચાળો ન ફેલાઇ અને તેના મોત ન થાય તે માટે થઈને તાત્કાલિક સરકારી ડોક્ટરને બાલવવામાં આવેલ છે અને ડોકટર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે તેવું હાલમાં માલધારી સમાજના આગેવાન વાલાભાઇ રબારી પાસેથી જાણવા મળેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો