તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:તહેવારને લઇને જિલ્લામાં 20થી વધુ ST બસો ફાળવાઇ, મુસાફરોને મુશ્કેલીઓ ન પડે તેથી તંત્રે નિર્ણય લીધો

સુરેન્દ્રનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
જિલ્લામાં તહેવારોને લઇને વધુ એસટી બસો ફાળવવાની સાથે મુસાફરોની ભીડ જામી. - Divya Bhaskar
જિલ્લામાં તહેવારોને લઇને વધુ એસટી બસો ફાળવવાની સાથે મુસાફરોની ભીડ જામી.

સુરેન્દ્રનગર જિલ્લામાં એસટી બસોને લઇને લોકો અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે. ત્યારે સાતમ-આઠમ સહિતના તહેવારને લઇને એસટી તંત્ર દ્વારા વધારાની 20થી વધુ એસટી બસો ફાળવતા લોકોમાં રાહત થઇ હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં રાજકોટ એસટી વિભાગ દ્વારા સુરેન્દ્રનગર, ચોટીલા, લીંબડી, ધ્રાંગધ્રા સહિતના ડેપોમાં 160થી વધુ એસટી બસો દોડાવીને સંચાલન કરવામાં આવી રહ્યું છે. પરંતુ કોરાનાની મહામારીના કારણે મોટા ભાગની એસટી બસોનું સંચાલન બંધ કરી દેવાયું હતું. ત્યારે કોરોના હળવો પડતા તેમજ છૂટછાટો મળતા એસટી તંત્ર દ્વારા રાબેતા મુજબની એસટી બસો શરૂ કરી દેવામાં આવી હતી.

તેમ છતાં અમુક રૂટ શરૂ ન થતા શહેરી તેમજ ગ્રામ્ય પંથકના લોકોને ખાનગી વાહનોના ભરોસે મોંઘાદાટ ભાડા દઇને મુસાફરી કરવી પડી રહી છે. ત્યારે સાતમ-આઠમ સહિતના તહેવારોને લઇને અને મુસાફરો સહિતના લોકોને મુશ્કેલીઓ ન પડે તે માટે વધારાની બસો ફાળવવાનો એસટી તંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો. આ અંગે રાજકોટ વિભાગીય નિયામક જે.બી. કલોત્રાએ જણાવ્યું કે, હાલ તહેવારોને લઇને સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, લીંબડી, ચોટીલા બસ સ્ટેશનોમાં 20 થી વધુ એસટી બસો ફાળવી છે અને વધુ ટ્રાફિક ધ્યાને આવશે તો બસો પણ વધારવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...