કામગીરી:સુરેન્દ્રનગરમાં 20થી વધુ દબાણો દૂર કરાયા

સુરેન્દ્રનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરના જાહેર રસ્તાઓ પર આડેધડ દબાણો ખડકી દેવાયાની ફરિયાદને લઇ પાલિકાની ટીમ દ્વારા શનિવારથી શહેરમાં દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરાઇ છે. જેમાં શનિવારે હેન્ડલુમ રોડ, ટાવર રોડ, ટાંકી ચોક અને રવિવારે ગુજરી બજાર સહીતના દબાણો દુર કરાયા હતા. સોમવારે પાલિકાના ચીફ ઓફીસર સંજયભાઇ પંડ્યાના માર્ગદર્શન હેઠળ કે. જી. હેરમા, ટ્રાફિક PSI સી.એ.એરવાડીયા, અનિરૂધ્ધસિંહ ઝાલા સહીતની ટીમે શહેરના ટીબી હોસ્પિટલ પાસે તેમજ મેળાના મેદાન રોડ, બહુચર હોટલ ચોક સહીતના વિસ્તારોમાં દબાણો દુર કરાયા હતા. જેમાં 5 જેટલા પાકા દબાણો અને 15 છાપરા સહીતના કાચા દબાણો સાથે કુલ 20થી વધુ દબાણો જેસીબી દ્વારા દુર કરાયા હતા. તેમજ પાલિકાની ટીમ દ્વારા દબાણકર્તાઓ પાસેથી રૂપિયા 10,500ના દંડની સ્થળ પર જ વસુલાત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...