તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વીજપોલનો વિરોધ:વઢવાણ તાલુકાના દેદાદરા ગામની સીમમાં ખેડૂતો દ્વારા વીજપોલ નાખવાની કામગીરીનો વિરોધ, 20થી વધુ ખેડૂતોની અટકાયત

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
વઢવાણ તાલુકાના દેદાદરા ગામની સીમમાં ખેડૂતો દ્વારા વીજપોલ નાખવાની કામગીરીનો વિરોધ, 20થી વધુ ખેડૂતોની અટકાયત
  • ખોદકામના કારણે ઉભા પાકને નુકસાન થતા ખેડૂતોમાં રોષ

વઢવાણ તાલુકાના દેદાગરા ગામની સીમમાં ખાનગી વીજ કંપની દ્વારા વીજપોલ નાખવાની કામગીરીને કારણે ખેડુતોના ખેતરોમાં આડેધડ ખોદકામ કરતા મોટા પાયે વાવણી કરેલ પાકોને નુકશાન પહોંચતા આ વિસ્તારના ખેડૂતોમાં રોષની લાગણી ફેલાવા પામી હતી. આજે ખેડૂતો દ્વારા વીજપોલ નાખવાની કામગીરીનો ઉગ્ર વિરોધ કરવામાં આવતા પોલિસ દ્વારા 20થી વધુ ખેડૂતોની અટકાયત કરવામાં આવતા અફડાતફડી મચી જવા પામી હતી.

સુરેન્દ્રનગર જીલ્લાના વઢવાણ તાલુકાના દેદાદરા ગામે વીજ કંપનીની કામગીરી દરમિયાન ખેડૂતોના માલિકીના ખેતરોમાં વીજપોલના ખાડાઓ ગાળતા હોવાથી ગામનાં ખેડૂતો એકઠા થયા હતા. તેમ છતાં પણ વીજ કંપનીનાં અધિકારીઓ સાથે ખેડૂતોએ વાતચીત કરવા છતાંય પણ કોઇ જ નિવેડો ન આવ્યો હોવાથી ખેડૂતો રોસે ભરાયા હતા. વધુમાં વઢવાણ તાલુકાના દેદાગરા ગામની સીમમાં ખાનગી વીજ કંપની દ્વારા વીજપોલ નાખવાની કામગીરીને કારણે ખેડુતોના ખેતરોમાં આડેધડ ખોદકામ કરતા મોટા પાયે વાવણી કરેલા પાકોને અને ખેતરમાં મોટા પાયે નુકશાન પહોંચતા આ વિસ્તારના ખેડૂતોમાં રોષની લાગણી ફેલાવા પામી હતી.

આજે ખેડૂતો દ્વારા વીજપોલ નાખવાની કામગીરીનો ઉગ્ર વિરોધ કરવામાં આવતા પોલિસ દ્વારા 20થી વધુ ખેડૂતોની અટકાયત કરવામાં આવતા અફડાતફડી મચી જવા પામી હતી. વધુમાં ખાનગી વીજ કંપની દ્વારા ખેડૂતોને થયેલા નુકસાન અંગે પુરતુ વળતર ચુકવવાની માંગ સાથે હલ્લાબોલ કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. બીજી બાજુ કંપનીએ પોલીસ બંદોબસ્ત સાથે વિજપોલ નાખવાની કામગીરી શરૂ કરતા ખેડુતો નારાજ થયા હતા. જેમાં પોલિસ દ્વારા વિરોધ કરી રહેલા 20થી વધુ ખેડૂતોની અટકાયત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...