સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ સંયુક્ત પાલિકા દ્વારા નારી ગૌરવ સન્માન સમારોહનું આયોજન કરાયું હતું. જેમાં વિવિધ ક્ષેત્રે યોગદાન બદલ 180થી વધુ નારીશક્તિનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આગામી વિશ્વ મહિલા દિનને ધ્યાને લઇ નારી ગૌરવ અને નારી સન્માન ભાવનાથી પ્રેરાઇ નગરપાલિકાની સદસ્યા બહેનો સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ સંયુક્ત પાલિકા દ્વારા નારી ગૌરવ સન્માન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. શનિવારે શહેરના પંડિત દિન દયાળ ઉપાધ્યાય હોલ ખાતે કાર્યક્રમ યોજવમાં આવ્યો હતો. આ પ્રસંગે પ્રમુખે ઉપસ્થિત લોકોને જણાવ્યું કે હાલ દરેક ક્ષેત્રે મહિલાઓ પોતાની સફળતા પુરવાર કરી રહી છે. ત્યારે જ્યાં જ્યાં નારીનું સન્માન થાય છે ત્યાં હંમેશા દેવતાઓ વાસ કરે છે. ત્યારબાદ પાલિકાના સદસ્યા બહેનો દ્વારા શહેરમાં વિશિષ્ટ પ્રવૃત્તિ કરતી બહેનો, ભૂતપુર્વ પાલિકાના ચૂંટાયેલા બહેનો, વિવિધ સંસ્થાકિય પ્રવૃત્તિ કરતા બહેનો એમ 180થી વધુ મહિલાનું સન્માન કરાયું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય ધનજીભાઇ પટેલ, પાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઇ આચાર્ય, કારોબારી ચેરમેન મનહરસિંહ રાણા, જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઇ મકવાણા, શહેર પ્રમુખ મહેન્દ્રભાઇ પટેલ, ઉપપ્રમુખ ઝંખનાબેન ચાંપાનેરી, ચીફ ઓફિસર સાગરભાઇ રાડીયા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી, પ્રભારી જિલ્લા ભાજપ નિમુબેન બામભણીયા, સમાજ સેવક ચંદ્રેશભાઇ પટેલ સહિત આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.