તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિલ્લા કોંગ્રેસમાં ભૂકંપ::17થી વધુ કોંગ્રેસી આગેવાનોનાં રાજીનામાં

સુરેન્દ્રનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આગેવાનો બપોરે 4 કલાકે ગોપાલ ઇટાલિયાની આગેવાનીમાં આપમાં જોડાશે : કમલેશ કોટેચા

સુરેન્દ્રનગર શહેર કોંગ્રેસના પંજાની એક એક આંગળીઓના ટેરવા જુદા પડી રહ્યાનો ઘાટ સર્જાયો છે. થોડા દિવસો પહેલા બે હોદ્દેદારોએ રાજીનામા ધરી દીધા હતા. તેમજ વધુ રાજીનામા પડવાની વાત તા. 5 જૂનને શનિવારે બહાર આવી હતી. આ દિવસે એક સાથે 17થી વધુ કોંગી આગેવાનોએ કોંગ્રેસ પક્ષને રામરામ કરતા ભૂંકપ સર્જાયો હતો. તો બીજી તરફ આ આગેવાનો રવિવારે બપોરે આપમાં જોડાવાની વાતને લઇને રાજકીય ગરમાવો ફેલાઇ ગયો છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસ પક્ષ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા સહિતની ચૂંટણીમાં મતદારોના દિલ જીતી ન શકતા કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. તો બીજી તરફ હવે પક્ષના હોદ્દેદારો, કાર્યકરોના પણ દિલ જીતવામાં કોંગ્રેસ નબળી સાબિત થતી હોય એક પછી એક રાજીનામા પક્ષમાંથી પડતા ચકચાર ફેલાઇ છે. કારણ કે, તા. 5 જૂનને શનિવારે અંદાજે 17થી વધુ હોદ્દેદારોએ પ્રદેશ કોંગ્રેસ અમીતભાઈ ચાવડાને રાજીનામા આપ્યાની વિગતો બહાર આવી હતી.

વર્ષોથી કોંગ્રેસ પાછળ મહેનત કરીને પક્ષને જીતાડવા તેમજ તેને આગળ લાવવા મથી રહેલા હોદ્દેદારોમાં અંતે અસંતોષનો ચરૂ બહાર નીકળ્યો છે. કારણ કે, લોકોના નાના નાના પ્રશ્નો માટે પણ રોડ ઉપર ઉતરીને શાસક પક્ષને પડકાર ફેંકતા હોદ્દેદારો તેમજ કાર્યકરોને તેમના જ પક્ષના અગ્રણી આગેવાનો મદદરૂપ ન થતા હોવાનો રોષ ઠાલવી રહ્યા છે.

આ અંગે કોંગ્રેસ શહેર સમિતિના પૂર્વ પ્રમુખ કમલેશભાઇ કોટેચાએ જણાવ્યું કે, કોંગ્રેસની કાર્યપદ્ધતિથી નારાજગી છે, લોકોને સુવિધા આપવા તેમજ લોકોના પડતરા પ્રશ્નો બાબતે આગેવાનો સંતોષકારક સહકાર ન આપતા રાજીનામા અપાયા છે. 6 જૂનને અમો આપમાં જોડાઇશું આથી આપમાં પ્રવેશ આપવા માટે આપ પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલભાઈ ઇટાલીયા ઉપસ્થિત રહેશે.

કોંગ્રેસના આ આગેવાનોના આ હોદ્દા પરથી રાજીનામાં

નામહોદ્દો
કમલેશભાઈ કોટેચા

પૂર્વ શહેર સમિતિના પ્રમુખ

સતીષભાઈ ગમારા

પૂર્વ પ્રમુખ,વઢવાણ શહેર સમિતિ

જીતુભાઈ દલવાડી

પૂર્વ શહેર સમિતિના ઉપપ્રમુખ

વિક્રમભાઈ દવે

વઢવાણ પાલિકાના પૂર્વ પ્રમુખ

કનેશભાઈ સોલંકી

વઢવાણ પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ

દિપકભાઈ ચિહલા

ઓબીસી સેલના જિલ્લા ચેરમેન

રમેશભાઈ ધોળકીયાપૂર્વ મહામંત્રી
પરમાર એજાજ

સોશિયલ મીડિયા સેલના પ્રમુખ

શાહરૂખભાઈ પઠાણ

સોશિયલ મીડિયા સેલના ઉપપ્રમુખ

રાજેશભાઈ કે.ચિહલા

શહેર કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ

વિજયસિંહ રાઠોડ

સુરેન્દ્રનગર શહેર સમિતિના મંત્રી

હેમુભાઈ દલવાડી

સંગઠન મંત્રી, સુરે. કોંગ્રેસ સમિતિ

દાનાભાઈ ભરવાડ

સુરે. શહેર સમિતિના પૂર્વ મંત્રી

મનસુખભાઈ પરમાર

પૂર્વ મંત્રી,શહેર સમિતિ વઢવાણ

કાર્તિકભાઈ જાની

સો.મીડિયા કોર્ડિનેટર વઢવાણ તાલુકો

ચેતનભાઈ અગ્રાવત

સો.મીડિયા ઉપપ્રમુખ સુરેન્દ્રનગર

અપૂર્વ કોઠારી

પૂર્વ મહામંત્રી, સુરે. શહેર મહામંત્રી

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...