તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:લીંબડી-વઢવાણ હાઇવે પર અંકેવાળીયા ગામના પાટીયા પાસે કાર અને ટેમ્પા વચ્ચે અકસ્માત સર્જાયો, 15થી વધુ કામદારો ઇજાગ્રસ્ત

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
 • તમામ ઇજાગ્રસ્તોને લોહિલુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાયા

સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી-વઢવાણ હાઇવે પર અંકેવાળીયા ગામના પાટીયા પાસે સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં 15થી વધુ કામદારો ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટનામાં તમામ ઇજાગ્રસ્તોને લોહિલુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાયા હતા. પોલીસે તાકીદે ઘટનાસ્થળે દોડી જઇ અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

લીંબડી-વઢવાણ હાઇવે ગોઝારા અકસ્માત માટે કૂખ્યાત

સુરેન્દ્રનગર જીલ્લાનો લીંબડી-વઢવાણ હાઇવે ગોઝારા અકસ્માત માટે કૂખ્યાત છે. અહીં અવારનવાર બનતા અકસ્માતોના બનાવોમાં અનેક નિર્દોષ લોકોની જિંદગી હોમાઇ છે. જેમાં સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી-વઢવાણ હાઇવે પર કામદારોને ભરીને જઇ રહેલા છોટાહાથી અને સામેથી માંતેલા સાંઢની માફક આવતી કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

કારચાલક વિરૂદ્ધ અકસ્માત અંગેનો ગુનો દાખલ થયો

લીંબડી-વઢવાણ હાઇવે પર અંકેવાળીયાના પાટીયા પાસે કાર અને છોટાહાથી વચ્ચે અકસ્માત સર્જાતા અંદાજે 15 થી વધુ કામદારોને ઈજાઓ પહોંચી હતી. આથી આજુબાજુમાંથી દોડી આવેલા લોકોએ આ તમામ 15 ઇજાગ્રસ્તોને લોહિલુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ ગોઝારા અકસ્માતના બનાવમાં કામદારોને લઇ જઇ રહેલ છોટાહાથીનો સર્જાયો અકસ્માત સર્જાયો હતો. પણ સદભાગ્યે કોઈ જાનહાનિ થઇ નહોતી. આ અકસ્માતના બનાવની જાણ થતાં પોલીસે ધટના સ્થળે પહોંચી કારચાલક વિરૂદ્ધ અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો