એસટીના પ્રશ્નો રાજકોટમાં ગાંજ્યા:ST સલાહકારની મિટિંગમાં 15થી વધુ પ્રશ્નો રજૂ કરાયા

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુરેન્દ્રનગર સહિતના જિલ્લાના એસટીના પ્રશ્નો રાજકોટમાં ગાંજ્યા

તા. 31-12-2022ના વર્ષના છેલ્લા દિવસે રાજકોટ એસટી વિભાગમાં એસટી સલાહકારના અધ્યક્ષ વિભાગીય નિયામક અને અધ્યક્ષની ચેમ્બરના સ્થાને એસ ટી સલાહકારની મીટીંગ યોજાઇ હતી. જેમાં એસટીને લગતા આમ જનતા પ્રવાસી તેમજ વિદ્યાર્થી હિત સહિતના 15થી વધુ પ્રશ્નોની રજૂઆતો કરાઇ હતી.

સાંસદ તેમજ વઢવાણ, ધ્રાંગધ્રા, જસદણ, લીબડી, ચોટીલા, રાજકોટ ધારાસભ્યોના આમ જનતા પ્રવાસીના જાહેર હિતના પ્રશ્નો તેમજ કોવીડ સમય રાજકોટ રાત્રીની શેડ્યુલ 90નંબરની બંધ છે. તે 19-30ની શેડ્યુલમાં દૈનિક 80 મુસાફરો વહન કરે છે અને સુરેન્દ્રનગરના મુસાફરો ઉભા ઉભા આવે છે તે મુદ્દો 90 નંબર જે 20-00 કલાકે ઉપડતી હતી તે શેડ્યુલ ચાલુ કરવાથી 19-30 નો લોડફેક્ટર હળવો કરવા અને સુરેન્દ્રનગર ના ઉભા ઉભા આવતા મુસાફરોની હાડમારીનો ત્રાસ દૂર થશે તે રજુઆત કરી હતી. ધારાસભ્યોના જે પ્રશ્નો આવેલા તે પ્રશ્નો તેમજ એસટી કામદાર હિતના પ્રશ્નો તેમજ ડેપોના પરિવહન સંચાલનના ક્ષતી મુદ્દાઓની ચર્ચાઓ કરાઇ હતી.

આ ઉપરાંત મુસાફરોને એસટી ડેપોના સ્થળે પાણીની વ્યવસ્થા, રિક્ષા-ખાનગીવાહનોને ત્રાસ વગેરે રજૂઆતો કરાઇ હતી. જ્યારે સુરેન્દ્રનગર લીબડીને ધ્રાંગધ્રા તરફ અપ ડાઉન કરતા વિદ્યાર્થીનીઓ તેમજ વિદ્યાર્થીઓને 11-30 થી 13-30 વચ્ચે બનચીંગમાં રૂટ ઉપડતા જે હાલાકી માનસિક ત્રાસ કે હાડમારી ભોગવે છે તેનો L F (લોર્ડ ફેક્ટ )નો સર્વે કરી વિદ્યાર્થી ટ્રીપો વધારવા રજૂઆતો કરી તે નિવારવાની હકારાત્મક ખાત્રી આપી હતી.

અને જોરવનગર,રતનપર જે વાયા એસટી પરિવહાન સેવા કિમી 28-78 તે હિતરક્ષક સમિતિની માંગણી મુજબ વાયા જોરવનગર લીબડી તરફને લીબડીથી સુરેન્દ્રનગર તરફ ટ્રીપ પરિવહન સેવા સંચાલિત કરવાની માંગણી સ્વીકારી છે.આ બેઠકમાં 15થી વધુ પ્રશ્નોની રજૂઆતો કરવામાં આવી હતી. આ રજુઆતમાં એસટી સલાહકારના વનરાજસિંહ એસ રાણા(વઢવાણ સુરેન્દ્રનગર )તેમજ ધ્રાંગધ્રાના ગીરીશભાઈ પટેલ, જસદણના ખસિયાભાઈ, રાજકોટના દશરથસિંહ જાડેજા સહિત વગેરે ઉપસ્થિત રહ્યા હતા. અને મીટીંગના અધ્યક્ષ અને વિભાગીય નિયામક જે.ડી.કાલોતર,એસટી પરિવહન અધિકારી ડાંગર સહિતનાઓએ પ્રશ્નો સાંભળી તેને નિવારવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...