સુરેન્દ્રનગર-વઢવાણ શહેરી વિસ્તારોમાં અકસ્માત ન થાય અને વાહનોની સ્પીડ પર વાહનચાલકો કાબુ રાખે તે માટે અંદાજે રૂ. 3.50 લાખના ખર્ચે 8થી 10 માર્ગો પર અંદાજે 8 ફેબ્રુઆરીએ 150 મીટરના સ્પીડબ્રેકર નાખવામાં આવ્યા હતા પરંતુ 19 ફેબ્રુઆરીએ બમ્પમાં બોલ્ટ નાના નાખ્યા હોવાથી બમ્પ રોડથી અલગ થઈ જતાં રિપૅર કરાયા હતા.
દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 16 એપ્રિલે સુરેન્દ્રનગર આવ્યા હતા. સરકારી આદેશ મુજબ પાલિકા તંત્રે 15 એપ્રિલે રાતોરાત મુખ્ય માર્ગો પરથી બમ્પ કાઢી નાખ્યા હતા. હૅલિપેડથી દાળમિલ રોડથી જિલ્લા પંચાયત, જિલ્લા પંચાયતથી રિવરફ્રન્ટ, રિવરફ્રન્ટથી આર્ટસ કૉલેજ તેમજ વઢવાણ ગેબનશા પીર સર્કલ સુધી અંદાજે 15 જેટલા બમ્પ કાઢી નાંખવામાં આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.