વેક્સિનેશન:આજે 1.25 લાખથી પણ વધુનું રસીકરણ થશે, ગુરુવારે 18,654એ રસી લીધી

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મેગા વેક્સિનેશન અભિયાનમાં મોટી સંખ્યામાં જોડાવો : જિલ્લા કલેક્ટર

જિલ્લામાં 17 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રીના જન્મદિવસ નિમિત્તે મેગા વેક્સિનેશન અભિયાન અંતર્ગત 1.25 લાખથી પણ વધુ વેક્સિનના ડોઝ આપવામાં આવનાર છે. જે અન્વયે જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની ઉપસ્થિતિમાં કલેકટર કચેરી સભાખંડ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. ગુરુવારે જિલ્લામાં 18654 લોકોએ રસી મૂકાવી હતી. સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર એ.કે.ઔરગાંબાદકરે પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, જિલ્લામાં તમામ સ્તરે કોરોના રસીકરણની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

જિલ્લામાં વેક્સિનની લાયકાત ધરાવતા આશરે 16.65 લાખ લોકોમાંથી 9.64 લાખ જેટલા લોકો વેક્સિનના પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે. જયારે 2.67 લાખ જેટલા લોકોને વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં જિલ્લાના 253 ગામોમાં 100 ટકા રસીકરણ પૂર્ણ થયું છે. આ મહાભિયાન થકી જિલ્લાના 300 ગામોમાં 100 ટકા રસીકરણ કરવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે.

તા. 17 સપ્ટેમ્બરે જિલ્લાના 1.25 લાખ કરતાં પણ વધુ લોકોને વેક્સિન આપવા માટેનું આયોજન છે. જેના માટે સરકાર દ્વારા પૂરતો જથ્થો ફાળવાયો છે. આ અભિયાન અંતર્ગત જિલ્લામાં 300 થી વધુ વેક્સિનેશન સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. જેમાં આરોગ્ય વિભાગના કુલ કર્મચારીઓની ટીમ વેક્સિનેશનની કામગીરીમાં જોડાશે.

ધ્રાંગધ્રા અને લીંબડીમાં ઓક્સિજના પ્લાન્ટ શરૂ કરાશે
જિલ્લામાં આવેલ બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન અને હોસ્પિટલોમાં આવતા તમામ લોકોને રસીકરણમાં આવરી લેવા માટે સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ધ્રાંગધ્રા ખાતે આવેલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે 500 એલ.પી.એમ. તેમજ લીંબડી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે 1000 એલ.પી.એમ. ઓક્સિજનના પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે. સુરેન્દ્રનગર શહેરી વિસ્તારના ગરીબ લોકોને તેમના ઘરની નજીકમાં જ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સુરેન્દ્રનગર – વઢવાણ શહેરી વિસ્તારમાં 5 દીનદયાલ ઔષધાલય શરૂ કરવામાં આવનાર છે. - ડો. ચંદ્રમણિકુમાર, જિલ્લા આરોગ્ય અધિકારી.

અન્ય સમાચારો પણ છે...